વેજલપુરમાં વેક્સીનેશન કેમ્પ યોજાયો
વેજલપુર ખાતે આવેલી સ્નેહદીપ સોસાયટી, સ્વાતિ એપાર્ટમેન્ટ, ખાતે વેકેશીન કેમ્પ યોજાયો હતો. જેમા 18 વર્ષ થી 44 વર્ષ ના લોકોને વેકશીન આપવામા આવી હતી. આ કાર્યક્રમ દરમ્યાન વેજલપુર વોર્ડના મ્યુનિસિપલ કાઉનસીલરો, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેમજ વિસ્તારના લોકો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.
હાલમાં અમદાવાદના પશ્ચિમ વિસ્તારની ઘણી સોસાયટીઓમાં વેક્સીનેશનના કાર્યક્રમોની જાહેરાત થઈ હતી. પરંતુ વેક્સીનની અછતને કારણે કાર્યક્રમ છેલ્લી ઘડીએ રદ કરવામાં આવ્યા હતા. અમદાવાદ પશ્ચિમમાં આવેલા બોપલ વિસ્તારમાં આવેલી સ્ટર્લિગ સીટી, દેવ-181 એપાર્ટમેન્ટ તેમજ અન્ય સોસાયટીઓમાં વેક્સીનેશનની જાહેરાત થોડા દિવસો પહેલાં કરવામાં આવી હતી. પરંતુ વેક્સીન ન આવતાં કાર્યક્રમ રદ કરાયો હતો.