Western Times News

Gujarati News

વેજલપુરમાં સસરાનાં ત્રાસથી મહિલાનો આપઘાત

અમદાવાદ: વેજલપુર વિસ્તારમાં મહિલાએ ગૃહ કંકાશને પગલે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યાની ઘટના બહાર આવી છે. જ્યારે ક્રિષ્નાનગરમાં ધરેલું કંકાશથી ત્રાસેલી મહિલાએ ઝેરી દવા પી લીધી હતી.

ચંપાબેન અસારી (અરવલ્લી)એ ફરીયાદ નોંધાવી છે કે તેમની દિકરી મમતાબેનનાં લગ્ન દિલીપ ડામોર સાથે થયા હતાં. જાકે લગ્ન બાદથી તેમનાં સસરા અરવિંદભાઈ ડામોર મેણાં મારી પરેશાન કરતાં હતા. દરમિયાન તેને એચઆઈવી રોગ લાગુ પડ્યાનો જાણ્યા બાદ વધુ ત્રાસ આપતાં મમતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ફરીયાદ લઈ પોલીસે તપાસ હાથ ધરી છે.

એપીએમસી માર્કેટ ૧૩૨ ફુટ રીંગ રોડ ખાતે રહેતી એક મહિલાએ પોતાનાં સાસરીયાઓ દહેજ માટે ત્રાસ ગુજારતાં હોવાની ફરીયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ઉપરાંત કોઈ ઘરે ન હતું એ વખતે તેમનાં સસરાએ કપડાં ઉતારી પોતાની સાથે છેડતી કરી હોવાનો આક્ષેપ પણ લગાવતાં પોલીસ ચોંકી ઉઠી છે.

ક્રિષ્ણાનગરમાં રહેતાં મીનાબેન પટણીનાં પતિ દિલીપભાઈ પીવાની ટેવવાળા હોઈ અવારનવાર ઝઘડો કરતાં હતા. ગઈકાલે પણ વગર કારણે દિલીપભાઈએ ઝઘડો કરી ગડદાપાટુનો માર મારતાં મીનાબેનને લાગી આવ્યું હતું અને તેમણે ઘરે ઉંદર મારવાની દવા પી લીધી હતી. બાદમાં દવાખાને સારવાર મેળવી પોલીસ સમક્ષ પોતાનું નિવેદન આપતાં ક્રિષ્ણાનગર પોલીસ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.