વેજલપુરમાં સાવકા પિતાએ પુત્રી ઉપર બળાત્કાર ગુજારતાં ફરીયાદ
માતાએ ચુપ રહેવા જણાવ્યુ પિતરાઈ ભાઈએ યુવતીને ફરીયાદ કરવા પ્રેરતાં પિતાની ધરપકડ |
અમદાવાદ : શહેરમાં બળાત્કારની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે બે દિવસ અગાઉ દાણીલીમડામા મધરાતે ઘરમા ઘુસી એક શખ્શે મહીલા સાથે અડપલાં કરવાનો મામલો હજુ તાજા જ છે ત્યા વેજલપુરમાં બળાત્કારની ફરીયાદ નોધાતા ચકચાર મચી છે જુહાપુરમાં રહેતાં સાવકા પિતાએ જ યુવતીને દબોચી લીધી હીત અને પંખી નાખી હતી.યુવતી આ અંગે માતાને જાણ કરતા તેણે પણ યુવતીને ચુપ રહીને કોઈને ના જણાવવાનું કહેતા તે ડરી ગઈ હતી.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે જુહાપુરામા રહેતી ૧૮ વર્ષીય યુવતી તેની માતા નાના ભાઈ બહેન તથા સાવકા પિતા આરીફ હુસેન સાથે રહેતી હતી કેટલાક દિવસ અગાઉ તેની માતા અજમેર દર્શન માટે ગઈ હતી ત્યારે સવારે પિતાએ આ યુવતીએ જગાડીને ચા બનાવવા કહ્યુ હતુ પિતાના વિકૃત ઈરાદાઓથી અજાણ યુવતી રસોડામાં આવીને ચા બનાવતી હતી
એ સમયે ચાલીસ વર્ષીય આરીફ હુસેને પાછળથી આવીને તેને પકડી લીધી હતી યુવતીએ છુટવાનો પ્રયત્ન કર્યો હતો પરતુ હવસખોર સાવકા પિતાએ તેની સાથે જબરદસ્તી કરી બળાત્કાર ગુજાર્યો હતો એ સમયે તેના નાના ભાઈ બહેન ઘરમાં જ સુઈ ગયા હતા
બીકના મારી યુવતીએ અજમેરથી પરત ફરેલી માતાને જાણ કરતા કઢોર હૃદયની માતાએ પણ યુવતીને ચુપ રહેવા જણાવતાં તે આધાત પામી હતી યુવતીએ બાદમા પોતાનાં પિતરાઈને સમગ્ર હકીકત જણાવતાં તે ચોકી ઉઠ્યા અને તાત્કાલિક યુવતીને લઈને વેજલપુર પોલીસ સ્ટેશને પહોચ્યો હતો જ્યા સાવકા પિતા વિરુદ્ધ ફરીયાદ નોધાવતા અને માતાની વર્ણતુક સાંભળી પોલીસ પણ અંચબિત થઈ ગઈ હતી. આ ઘટના બાદ પોલીસે ત્વરીત પગલા લેતા બળાત્કાર આરોપી આશીફ હુસેનને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.