વેડચ ખાતે ઉજાસ મહીલા બચત સહકારી મંડળીની સાધારણ અને ખેડૂતોને ટુલકીટ વિતરણ કરાયુ
જંબુસર, જંબુસર તાલુકના વેડચ ગામે ઉજાસ મહિલા બચત ધીરાણ ગ્રાહક સહકારી મંડળી તતાવિવેકાનંદ ખાતે ઉત્પાદકોની વિવિધ લક્ષી અને રૂપાંતર કરનારી સહકારી મંડળીના વાર્ષિક સાધારણસભા અને ટુલબેંકના ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો જેમા ૪૫ ગામના ભાઈ બહેનો મોટી સંખ્યામા જોડાયા હતા.
ભરૂચ જીલ્લામાં છેલ્લા નવ વર્ષની કાર્યરત અપાતી સેવા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ઉજાસ મહિલા બચત ધિરાણ ગ્રાહક સહકારી મંડલી અને વિવેકાનંદ ખેત ઉત્પાદકો સહકારી મંડળીની સાધારણ સભા અને ટુલબેંક ઉદ્ધાટન કાર્યક્રમ વડે ખાતે યોજાયો જેમા આરોગ્ય સાથી બહેનો એ પ્રાર્થના થી શરૂઆતમા કરી ત્યારબાદ બંન્ને મંડલી ઓના કાર્યરતો દ્વારા વાર્ષિક હિસાબો અને પ્રગતિ અહેવાલ રજુ કરાયો હોત અને ઉપસ્થિત મહેમાનોનું ફુલહાર થી સ્વાગત કરાવમા આવ્યુ હતુ.
આમાથી સંસ્થાના એકઝીક્યુટીવ ચંદ્રિકાબેન મકવાણાને ગરીમા કાર્યક્રમનો હેતુ તથા બંન્ને મંડળીઓ અંગે માહિતી આપી હતી આ સહિત ભરૂચ જીલ્લા વિકાસ અધિકારી ના હસ્તે વિવેકાનંદ મંડળી સંચાલીત સહીયારુપ્રયાણ ટુલબેકનું ઉદ્ધાટન કરવામા આવ્યુ ખેડૂતો ખેડૂતો અને બહેનોને સંબોધન કરતા સગઠન શક્તિ અને સ્ત્રી પુરુષની એકતા વિશે વાત કરી હીત વધુમા તેમને સરકારની વિવિવિધ યોજના વધુમા વધુ લોકો લાભ લેવા જણાવ્યુ તેમજ એગ્રો પ્રોવાઈડર નામની યોજના દ્વારા ટુલ બબેક ઉભી કરી વધુ ખેડૂતોને આવરી લેવાય તે અંગે માહિતી આપી હતી. આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી સંસ્થાના ડાયરેક્ટર તુષારભાઈ દયાલ અરુણાબેન લાખાણી વેડચ ગામના સરપચ સહિતના બન્ને મંડળના પ્રમુખના મંત્રી કાર્યકર્તા સહિત ખેડૂત ભાઈબહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.