વેતન સંદર્ભે સમગ્ર શિક્ષા અભિયાનનાં કર્મચારીઓનો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ
સુરત જિલ્લાનાં 100 થી વધુ કર્મચારીઓએ ચાલુ ફરજે એકસૂરે વિરોધ આલાપ્યો.
સમગ્ર શિક્ષા અભિયાન, ગાંધીનગર દ્વારા પાયાનાં કર્મચારી બ્લોક એમ.આઇ.એસ. તેમજ ડેટા એન્ટ્રી ઓપરેટર સહિતનાં તમામ કરાર આધારિત કર્મચારીઓનાં વેતનમાં આ કાળઝાળ મોંઘવારી વચ્ચે 7 % જેટલાં નજીવા વધારા સામે નારાજગી વ્યક્ત કરવા સમગ્ર ગુજરાત રાજ્યનાં કરાર આધારિત કર્મચારીઓએ આજરોજ કાળી પટ્ટી બાંધી સરકાર સામે તેમનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જેમાં સમગ્ર સુરત જિલ્લા સહિત ઓલપાડ તાલુકાનાં સમગ્ર શિક્ષાનાં કર્મચારીઓ જોડાયા હતાં.