Western Times News

Gujarati News

વેદાંતાને કોવિડ રાહત પહેલો માટે ગુજરાત સરકારે બિરદાવ્યું

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં કંપનીને પ્રશસ્તિપત્ર એનાયત થયું

નવી દિલ્હી વેદાંતા ગ્રૂપ ભારતનું ધાતુઓ, ખનીજો તથા ઓઇલ એન્ડ ગેસનું અગ્રણી ઉત્પાદક ગ્રૂપ છે, જેને ગુજરાત સરકારે રાજ્યમાં કોવિડમાં રાહત સેવાઓ પ્રદાન કરવા બિરદાવ્યું છે. વેદાંતાને ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીની ઉપસ્થિતિમાં ‘સર્ટિફિકેટ ઓફ એપ્રિસિએશન’ એવોર્ડ એનાયત થયો હતો. Vedanta acknowledged for Covid Relief Works in Gujarat

આ એવોર્ડ સોમવારે એક કાર્યક્રમ દરમિયાન વેદાંતાના કમ્યુનિકેશન્સ ડાયરેક્ટર અને નંદઘરના સીઇઓ સુશ્રી રિતુ ઝિનગાંવો સ્વીકાર્યો હતો. આ પ્રશસ્તિપત્ર જણાવે છે કે, વેદાંતાએ અસરગ્રસ્ત લોકોને માનવતાના ધોરણે ઉદારતાપૂર્વક સેવા કરી છે.

વેદાંતાએ મહામારી દરમિયાન ગુજરાતમાં સમુદાયોની વિવિધ રીતે સેવા કરી છે. તમામ માટે ભોજન, પરપ્રાંતીય શ્રમિકોને સહાય જેવી પહેલો કંપનીએ હાથ ધરીને સમાજના વંચિત અને નબળા સમુદાયને ટેકો આપ્યો હતો.

વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલે કહ્યું હતું કે, વેદાંતા કોવિડ-19 મહામારી સામેની લડાઈમાં મોખરે છે અને અમને ગર્વ છે કે, અમારા પ્રયાસોને ગુજરાત સરકારે બિરદાવ્યાં છે. હું ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો અમારા કોવિડ સાથે સંબંધિત કામગીરીને સન્માનિત કરવા બદલ આભાર માનું છું અને એક જવાબદાર કોર્પોરેટ નાગરિક તરીકે ખાતરી આપું છું કે, વેદાંતા આપણી કટિબદ્ધતાઓને પૂર્ણ કરવા સરકારની સાથે છે.

વેદાંતાએ પહેલી લહેર દરમિયાન કર્મચારીઓ, તેમના પરિવારજનો અને સ્થાનિક સમુદાયો માટે સલામતીની વ્યવસ્થાઓ કરી હતી, પરપ્રાંતીય શ્રમિકોને મદદ કરી હતી, પશુઓને ચારો પૂરો પાડ્યો હતો, કોવિડને કારણે અલગ પડી ગયેલા સમુદાયોને અનાજ પૂરું પાડ્યું હતું, તથા કોવિડ વોરિયર્સને પીપીઇનો પુરવઠો તાત્કાલિક પૂરો પાડવા મશીનોની આયાત કરી હતી. બીજી લહેર દરમિયાન વેદાંતાના વ્યવસાયિક એકમોએ તબીબી ઉપકરણ પ્રદાન કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે ગાઢપણે કામ કર્યું હતું, જેમાં વેન્ટિલેટર્સ જેવા સારવારના મહત્વપૂર્ણ મશીનો સામેલ હતા તેમજ કોવિડના દર્દીઓને 20 લાખ લિટરથી વધારે ઓક્સિજન પૂરો પાડ્યો હતો. આરોગ્યલક્ષી માળખાગત સુવિધાઓ વધારવા વેદાંતાએ સમગ્ર દેશમાં કોવિડ દર્દીઓ માટે 10 ફિલ્ડ હોસ્પિટલ સ્થાપિત કરી છે.

કોવિડ-સંબંધિત પહેલો પર રૂ. 400 કરોડથી વધારે ખર્ચ કરનાર વેદાંતાએ એના કર્મચારીઓ, તેમના પરિવારજનો અને બિઝનેસ પાર્ટનર્સ માટે સૌથી મોટા રસીકરણ અભિયાન પૈકીનું એક શરૂ કર્યું છે. આ પહેલમાં આગામી મહિનામાં 1.2 લાખથી વધારે લોકોને આવરી લેવામાં આવશે.

કંપની વિવિધ સમુદાયો માટે સલામતી અને સુખાકારીનું વાતાવરણ ઊભું કરવા સતત આતુર છે. કંપનીની આપત્તિ વ્યવસ્થાપન આચારસંહિતાના ભાગરૂપે તેમના કોવિડ વોરિયર્સ સજ્જ છે તથા મહામારીની ત્રીજી લહેર આવે તો નિવારણાત્મક અને સાવચેતીના પગલાં લઈ રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.