વેનેઝુએલામાં ૫૦ રૂપિયામાં પેટ્રોલની ટાંકી ફૂલ થઇ જાય છે

Files Photo
વેનેઝુએલા, દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને હાહાકાર મચેલો છે. લગભગ દરેક મોટા શહેરોમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયા પ્રતિ લિટરની સપાટી વટાવી ગયું છે. તે જ રીતે ડીઝલના ભાવ પણ ઓછા નથી. તો, વિશ્વમાં પેટ્રોલિયમ સંપત્તિથી સમૃદ્ધ ઘણા દેશોમાં બળતણના ભાવ એટલા નીચા છે કે તમે જાણીને વિશ્વાસ નહીં કરો.
અહીં વાત છે વેનેઝુએલાની જ્યાં તમે તમારી કારની ટાંકી જૂજ કિંમત ચૂકવીને ફૂલ કરાવી શકો છો. આ દેશમાં તમે માત્ર ૫૦ રૂપિયામાં કારની પેટ્રોલ-ડીઝલ ટાંકી ફૂલ કરાવી શકો છો જયારે ભારતમાં તો તમને આટલી કિંમતમાં માત્ર અડધો લીટર જ પેટ્રોલ મળી શકે છે. વાસ્તવ, વેનેઝુએલામાં ઘણા લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલને કારણે સ્થિતિ એવી ઉભી થઇ છે કે બની ગઈ છે શું સામાન્ય શું ખાસ દરેકને ચોંકાવી રહી છે.
અહીં તમે ભારતીય ચલણમાં માત્ર ૨૧ પૈસા ખર્ચ કરીને તમારી બાઇકમાં એક લિટર પેટ્રોલ ભરાવી શકો છો. એનર્જી સેક્ટરની વેબસાઈટના જણાવ્યા મુજબ વેનેઝુએલામાં પેટ્રોલ માત્ર ૦.૦૨ ડોલર અને ડીઝલ ના ભાવ જાણીને તો તમને વિશ્વાસ નહિ આવે, અહીં ડીઝલ માત્ર ૦ ડોલરમાં વેચાઈ રહ્યું છે.
જણાવી દઈએ કે વેનેઝુએલાના ચલણમાં પેટ્રોલની કિંમત ૫૦૦૦ બોલિવર પ્રતિ લિટર છે. જાે ૦.૦૨ ડોલરને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરવામાં આવે તો આ કિંમત માત્ર દોઢ રૂપિયા છે. બીજી બાજુ, જાે તમે બોલિવરની તુલના ભારતીય ચલણ સાથે કરો છો, તો આ કિંમત પ્રતિ લિટર માત્ર ૨૧ પૈસા છે. આનું કારણ એ છે કે, તાજેતરના વિનિમય દર મુજબ, હાલમાં ૨૩૭૩૩.૯૫ બોલિવરની ગણતરી એક ભારતીય રૂપિયામાં થાય છે.SSS