વેન્ટિલેટર પર રહેલા દર્દીની સંખ્યામાં ૨૪૩%નો ઉછાળો
અમદાવાદ, રાજ્યમાં કોરોના ફૂંફાડા મારી રહ્યો છે. કોરોનાના કેસ આજે ૨૦ જાન્યુઆરીએ પહેલીવાર ૧ લાખને પાર થઇ ચુક્યાં છે. રાજ્યમાં કોરોનાને પગલે સ્થિતિ કથળી રહી છે.
ગુજરાતમાં એક્ટિવ કેસની બાબતે ૧ લાખનો આંકડો બીજીવાર પાર થઇ ચુક્યો છે. અગાઉની તુલનાએ આ લહેર વધારે ભયાનક થઇ રહ્યો છે. ૧૧ દિવસમાં કોરોનાની પીક આવે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જાે કે હાલ તો કોરોનાનો આંકડો હદપાર થઇ ચુક્યો છે. જાે કે નાગરિકો હજી પણ આ કોરોનાના વેરિયન્ટને હળવાશથી લઇ રહ્યા છે.
આ કોરોનાથી માત્ર શરદી-તાવ અને ઉધરસ થાય છે અને પછી તે ઝડપથી સાજા થઇ જાય છે તેવું લોકો માની રહ્યા છે. જાે કે આ વ્હેમ બને તેટલો ઝડપી કાઢી નાખો અને કોરોના ગાઇડલાઇનનું પાનલ કરશો તો જ બચી શકશો. આ અંગે આંકડાકીય રીતે વાત કરીએ તો રાજ્યમાં ૧૩ જાન્યુઆરીએ ૫૦૬૧૨ એક્ટિવ કેસ હતા.
ત્યારે ૬૪ દર્દીઓ વેન્ટિલેટર પર હતા. જે ૭ દિવસ બાદ એટલે કે ૨૦ જાન્યુઆરીએ વધીને ૧૦૪૮૮૮ એક્ટિવ કેસ થઇ ગયા. વેન્ટિલેટર પર રહેલા દર્દીઓની સંખ્યા ૧૫૬ થઇ ગઇ. જે ૨૪૩ ટકાનો ઉછાળો સુચવે છે. એટલે કે આ કોરોના કંઇ અસર નથી કરતો અને હસતા રમતા જતો રહે છે તેવા લોકો માટે આ આંકડો ખુબ જ સુચક છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૬ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ રાજ્યમાં માત્ર ૯૪૮ એક્ટિવ કેસ હતા. જે પૈકી માત્ર ૧૦ દર્દીઓ જ વેન્ટિલેટર પર હતા. જાે કે ત્યાર બાદ કોરોનાએ રોકેટ સ્પીડ પકડી હતી. ૧ જાન્યુઆરીએ ૩ હજારથી વધીને ૩૯૨૭ થઇ જ્યારે ૧૧ દર્દી વેન્ટિલેટર પર હતા. ત્યાર બાદથી સતત એક્ટિવ કેસોની સંખ્યા વધતી ગઇ હતી. આ આંકડો વધીને ૨૦ જાન્યુઆરીએ ૧૦૪૮૮૮ એક્ટિવ કેસ થઇ ચુક્યા છે. જે પૈકી ૧૫૬ નાગરિકો વેન્ટિલેટર પર છે.SSS