વેપારીએ તેની જ BMW કારની નકલી ચોરી કરાવી
અમદાવાદ, અમદાવાદ શહેરમાં ચોરીનાં રોજ નિત નવાં કિસ્સાઓ સામે આવે છે. પણ આ કિસ્સામાં એક કાર માલિકે ઇન્શ્યોરન્સનાં પૈસા પચાવી પાડવા માટે ખુદ પોતાની કાર ગૂમ કરી દીધી અને પછી કાર ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. જાેકે અમદાવાદ પોલીસે ગણતરીનાં કલાકોમાં આ કેસ ઉકેલી દીધો અને મૂળ માલિક એટલે કે આરોપીને જેલ ભેગો કરી દીધો છે.
અમદાવાદનાં ગ્રામ્ય વિસ્તારમાં આવેલ વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફરિયાદીએ ફરિયાદ આપેલ કે તેના ઘરની બહાર પાર્ક કરેલ બીએમડબલ્યુ કારની ચોરી થઈ છે ત્યારબાદ પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરી હતી. ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે આ કેસમાં મૂળ માલિક આ જ આરોપી છે. મુસીબ શેખ નામનો વ્યક્તિ આ કારનો મૂળ માલિક છે.
તેણે ફરિયાદમાં નોંધાવ્યું હતું કે, મે આ બી.એમ.ડબલ્યુ કાર મારા મિત્રને ફેરવવા માટે આપી હતી. મારા મિત્રએ તેના મિત્રને આ કાર ફેરવવા માટે આપી હતી. આ કારને ફેરવ્યા બાદ કારની કિંમત નક્કી કરવામાં આવશે તેવી અમારા વચ્ચે વાત થઇ હતી.
આ આખી ઘટનામાં મૂળ માલિક જ આરોપી છે. તે ખુબ જ ચાલાક બનવાની કોશિશ કરતો હતો. અને તેને આ કાર ચોરી કરવા માટે પોતાના માણસો જ ઉભા કર્યા હતાં. જેમણે આ કારને ચોરી કરી વડોદરા લઈને છુપાવી દીધી હોવાનું સામે આવ્યું હતું.
આ કાર વડોદરાથી અન્ય જગ્યાએ છુપાઈને રાખવા અને પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે કાર માલિકની ઈચ્છા એવી હતી કે આ કારની કિંમત તેનાં દ્વારા વસૂલવામાં આવે અને ઇન્સ્યોરન્સ પણ લેવામાં આવે જેથી તેને રૂપિયા મળી જાય.
મળતી માહિતી પ્રમાણે આરોપી કાર મલિક કાર લે વેચનું કામ કરે છે અને તે કાર ઇન્સ્યોરન્સની રકમ લેવા માંગતો હતો તેથી તેણે આ આખુ પ્લાનિંગ કર્યું હતું. જાેકે, અમદાવાદ પોલીસે પોતાની સતર્કતાથી આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરી દીધો છે.
આ મામલે હાલમાં અમદાવાદ પોલીસે ૨ આરોપીઓની ધરપકડ કરી છે અને અન્ય બે આરોપીઓ ફરાર છે જેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે જે જે આરોપીઓએ કાર ચોરી કરી હતી તે લોકોનો ભૂતકાળ પણ ચોરીનો છે અને હાલ ફરાર આરોપીઓ ને પકડવામાં આવશે તો તપાસમાં વધુ મોટા ખુલાસાઓ સામે આવી શકે તેમ છે.SSS