Western Times News

Gujarati News

વેપારીએ વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો

Files Photo

રાજકોટ, શહેરમાં ફરી એક વખત વ્યાંજકવાદ સામે આવ્યો છે. શહેરનાં લાલપરી તળાવ વિસ્તારમાં રહેતા અને ઇમિટેશનનાં વેપારી અશોક મકવાણાએ વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. મૃતક અશોકનાં પિતા રાજૂભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે, લોકડાઉન પૂર્વે મારો દિકરો ઇમિટેશનનો ઘંઘો કરતો હતો.

આર્થિક નુકસાની જતા ૩૫ હજાર રૂપીયા વ્યાજે લીધા હતા. આ ૩૫ હજાર રૂપિયાના ૧ લાખ રૂપીયા ચુકવ્યા હોવા છતાં વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી ધમકીઓ આપતા હતા. ૩૫ હજારનાં ૧૫ ટકા વ્યાજ વ્યાજખોરો વસુલ કરતા હતા. જેમાં અવાર નવાર ભરતભાઇ સાનિયા પાસેથી ૨૫ હજાર ૧૦ ટકા લેખે વ્યાજે લીધા હતા.

અત્યાર સુધીમાં મૃતક પર પાંચ લાખનું દેણું થઇ ગયું હતું. જેનું દર મહિને ૫૦ હજારનું વ્યાજ ભરતા હતા. અવાર નવાર ભરતભાઇ સાનિયા, ભીમાભાઇ બાંભવા ધાક ધમકીઓ આપતા હોવાથી મૃતક અશોકે ઝેરી દવા રવિવારે પી લીધી હતી. જેથી તેને રાજકોટ સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. જ્યાં તેનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. જાેકે આ અંગે બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે. શહેરમાં વ્યાજખોરોને ડામવા પણ કાર્યવાહી કરી રહી હોવાનો દંભ ભરી રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.