Western Times News

Gujarati News

વેપારીએ ૧૪૪ દિવસની લડત બાદ કોરોનાને હરાવ્યો

રાજકોટ, રાજકોટ શહેરની એક ખાનગી હોસ્પિટલમાં લગભગ ૧૪૪ દિવસ સુધી લડ્યા બાદ ૩૯ વર્ષના એક વ્યક્તિએ જીવલેણ કોરોના વાયરસને હરાવ્યો છે. પોરબંદરના બિઝનેસમેન વિશાલ થાનકીને ૭ મેના રોજ રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતા કારણે કે તેમનું ઓક્સિજન સેચ્યુરેશન ઘટીને ૬૦% થઈ ગયું હતું.

સીટી સ્કેનમાં તપાસ કરતા ફેફસાની ૧૦૦% ઈન્ફેક્ટેડ હોવાનું સામે આવતા ડોકટરો માટે સારવાર કરવાનું ચેલેન્જિંગ હતું. સારવારના ૧૪૪ દિવસોમાં વિશાલભાઈ લગભગ ૯૦ દિવસ સુધી લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રહ્યા હતા. થાનકીની સારવાર કરનારા ડોક્ટરોમાંથી એક ડો. તેજસ મોતીવરસે જણાવ્યું હતું કે, દર્દીના બંને ફેફસામાં ન્યુમોથોરેક્સ જેવા કેટલા કોમ્પ્લિકેશન્સ જાેવા મળ્યા હતા જે એક ગંભીર સંકેત છે.

એટલું જ નહીં આતંરડામાં પણ ઘણા બધા ઈન્ફેક્શન્સ હતા. તેમનું શરીર ૬૦ દિવસ પછી વેન્ટિલેટરને રિસ્પોન્ડ કરવાનું શરૂ કર્યું હતું જે ખૂબ લાંબો સમયગાળો છે. આ એક દુર્લભ કેસ છે જ્યાં દર્દી ૯૦ દિવસ પછી વેન્ટિલેટરમાંથી બહાર આવ્યો.

ડોક્ટરોના જણાવ્યા મુજબ, થાનકીને ઈસીએમઓ પર શિફ્ટ થવા કરવાના હતા, પરંતુ તેમના સંબંધીઓએ સંમતિ આપી ન હતી અને હોસ્પિટલને માત્ર વેન્ટિલેટર સપોર્ટ પર જ તેમની સારવાર કરવાનું કહ્યું હતું. ૯૦ દિવસ પછી, ડોકટરોએ કસરતો અને અન્ય ઉપચારો શરૂ કર્યા. પ્રથમ ૬૦ દિવસમાં તેઓએ તેમને કોવિડ -૧૯ દર્દીની સારવાર માટે પુસ્તકોમાં સૂચવેલ દરેક દવા અને સારવાર આપી. દર્દીનું લેટેસ્ટ સીટી સ્કેન મુજબ હજી પણ તેમના ફેફસામાં ૬૦ ટકા ઈન્ફેક્શન છે.

પ્રાપ્ત માહિતી મુજબ હાલમાં વિશાલભાઈ માત્ર લાકડીના સહારે ચાલી શકે છે. નબળા ફેફસાને કારણે તે એક લિટર ઓક્સિજન પર છે. ડોક્ટરો અપેક્ષા રાખે છે કે ત્રણથી ચાર મહિનામાં તેમના ફેફસાં ૭૫% સુધી સાજા થઈ જશે પરંતુ ફેફસાના બાકીના ભાગને કાયમી નુકસાન થયું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.