Western Times News

Gujarati News

વેપારીઓના પડતર પ્રશ્નો, GST મુદ્દેે ર૬મી ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન

જુદા જુદા સંગઠનોએ દુકાનો ચાલુ રાખી જીએસટીનો વિરોધ કરવા હાકલ કરી

અમદાવાદ, જીએસટીના અમલને ત્રણ વર્ષ કરતા વધુ સમય થઈ ગયો હતો. તેમ છતાં જીએસટીના પોર્ટલની ક્ષતિઓને કારણે વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે. જીએસટીનો કાયદો બદલવો, પોર્ટલ ક્ષતિરહિત બનાવવું તથા વેપારીઓના પડતર પ્રશ્નોનો નીકાલની માંગણી સાથે કન્ફેડરેશન ઓફ ઇન્ડીયા ટ્રેડર્સ (સીએઆઈટી) દ્વારા ર૬મી ફેબ્રુઆરીએ ભારત બેધનું એલાન આપવામાં આવ્યુ છે.

આ બંધના એલાનમાં દેશભરના વેપારી સંગઠનો અને વેપારીઓ જાેડાયા હોવાના સીએઆઈટી દ્વારા દાવા થઈ રહ્યા છે. ફેડરેશન ઓફ ઈન્ડીયા વેપાર મહામંડળે જીએસટીનો વિરોધ કરવાનો પરતુૃ દુકાનો કે વેપાર ધંધા ચાલુ રાખીને તેમ જણાવ્યુ છે. એટલે કે ભારત બંધમાં દુકાનો ખુલ્લી રાખવાનો પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. તેથી સામાન્ય દુકાનદારો દ્વિધામાં છે કે ર૬મી ફેબ્રુઆરીએ દુકાનો ખૂલ્લી રાખવી કે બંધ??

સીએઆઈટીના પ્રમુખ મહેન્દ્ર શાહે જણાવ્યુ હતુ જીએસટીના અમલ શરૂ થયો ત્યારથી વેપારીઓની પરેશાની વધી છે. અત્યાર સુધીમાં જીએસટીના કાયદામાં ૯૦૦થી વધુ ફેરફાર કરવામાં આવ્યા છે. તેમ છતાં કાયદો સરળ કેમ નથી.
બન્યો એ એક સવાલ ચર્ચાઈ રહ્યો છે.

કાયદો સરળ અને વેપારીઓને તકલીફ ન પડે એવોે બનાવવાની સાથે સીએઆઈટી દ્વારા ભારત બંધનુ એલાન આપવામાં આવ્યુ છે. આ એલાનમાં દેશભરના ૮ કરોડથી વધુ નાના મોટા વેપારીઓ અને ટ્રેડર્સ જાેડાશે.

બીજી તરફ ફેડરેશન ઓફ ઈન્ડીયા વેપાર મહામંડળના જયેન્દ્ર તન્નાએ જણાવ્યુ હતુ કે ચાલુ વર્ષે બજેટમાં ખુદ નાણામંત્રીએ જીએસટીની ક્ષતિઓ સ્વીકારી હતી અને તેને સુધારવાની વાત કરી છે ત્યારે દુકાનો અને બજાર બંધ રાખી વેપારીઓને નુકશાન કરાવવાના બદલે દુકાનો ચાલુ રાખી જીએસટીનો વિરોધ કરવો જાેઈએ.

અને જીએેસટીનો નવો કાયદો બનાવવામાં વેપારી સંગઠનોએ અધિકારીઓને સરકારનો સહયોગ કરવી જાેઈએ. જુદા જુદા સંગઠનો દ્વારા જુદી જુેદી વાતો કરવામાં આવી રહી છે. જેથી વેપારીઓ દ્વિધામાં મુકાઈ ગયા છે કે ર૬મી ફેબ્રુઆરીએ દુકાન ચાલુ રાખવી કે બંધ રાખવી??


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.