Western Times News

Gujarati News

વેપારીઓને મોબાઇલના સીમ કાર્ડની ખરીદી અંગેનું રજીસ્‍ટર નિભાવવા આદેશ

ત્રાસવાદી, અસામાજિક તત્વો બહારથી આવી શહેર વિસ્તારમાં ગુપ્ત આશરો મેળવી જાહેર સલામતી અને શાંતીનો ભંગ કરે છે. તેમજ માનવ જિંદગીની ખુવારી થાય છે. જાહેર જનતાની માલમિલકતને નુકશાન પહોંચાડી આવા તત્વો નાસી છુટતા હોય છે. આથી  આ ગુન્હા કરવા માટે એક બીજાના સંપર્કમાં મોબાઈલ ફોન તથા એસ.ટી.ડી. અને પી.સી.ઓ. નો ઉપયોગ  કરતા હોવાનું જણાંયુ છે.

આ સિવાય બનાવટી કોલ દ્વારા ધમકી આપવાનાં, ખંડણી માંગવાના, અપશબ્દો બોલવાના, મહિલાઓની જાતીય સતામણી કરવાના કિસ્સાઓ વધતા રહે છે. આથી મોબાઈલ ફોન, સીમ કાર્ડ લે-વેચ કરતી વખતે ખરીદનાર –વેચનારનું તથા એસ.ટી.ડી. અને પી.સી.ઓ. પરથી ફોન કરતી વખતે ફોન કરનારનું નામ- સરનામું તથા તેની ઓળખ અંગેની નોંધણી થાય તે સલામતીની દ્રષ્ટીએ અત્યંત આવશ્યક છે

આથી અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર હકુમત વિસ્તારમાં વેપારીઓને જૂના મોબાઇલના ખરીદ અને વેચાણના નિયત રજીસ્‍ટર નિભાવવા અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રી એ.કે.સિંઘે આદેશ ફરમાવ્‍યો છે.

આથી મોબાઈલ ફોનના સીમકાર્ડ લેતી વખતે ખરીદનાર વ્યક્તિના માન્ય ઓળખપત્ર તથા રહેઠાણનાં દસ્તાવેજો ડીસ્ટ્રીબ્યુટર, રીટેઈલર વિક્રેતાઓએ ચકાસી તેની ઝેરોક્ષ રાખવી તથા નામ-સરનામા,પુરાવાની માહિતીનું રજીસ્ટર ત્રણ વર્ષ સુધી નિભાવવાનું રહેશે.

તા. ૨૮-૧૧-૨૦૧૯ સુધી અમલી આ આદેશનો ભંગ કરનાર આઇ.પી.સી. ની કલમ- ૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર બનશે એમ જાહેરનામામાં ફરમાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.