Western Times News

Gujarati News

વેપારીઓને વેક્સિન મુકાવાની સમયમર્યાદા વધારવામાં આવે એવી માંગ

પ્રતિકાત્મક

કેમ્પો યોજી ર૧,પ૦૦ વેપારીઓને વેક્સિન અપાવવાનુ કામ પૂર્ણ કરતા આશિષભાઈ ઝવેરી

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ગુજરાતમાં વેક્સિનેશનની કામગીરી ખુબ જ ઝડપથી ચાલી રહી છે. દરેક વ્યક્તિને બે વેક્સિન મળી જાય એ માટે સરકાર કટીબધ્ધ છે. તો સરકારના આ અભિયાનમાં ખભેખભા મિલાવીને મહાજનો ચાલી રહ્યા છે.

અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં વેપારી અગ્રણીઓ દ્વારા તેમના સ્ટાફ તથા કારીગરોને વેક્સિન મુકાવવા માટે ‘કેમ્પ’ યોજાઈ રહ્યા છે. કોર્પોરેશન-મહાજન સંયુક્ત રીતે આગળ વધી રહ્યુ છે. રાજ્ય સરકારે વેપારીઓને વેક્સિન મુકાવવા માટેની સમયમર્યાદા ૧પમી ઓગષ્ટ જાહેર કરી છે. પરંતુ હજુ પણ વેપારીઓને વેક્સિન મુકાવવાની બાકી હોવાથી આ સમયમર્યાદા વધારવા રાજય સરકારને અપીલ કરી છે.

આ અંગે માહિતી માટે સંપર્ક કરતા વેપારી અગ્રણી આશિષભાઈ ઝવેરીએ જણાવ્યુ હતુ કે આમ તો મહાજન-કોર્પોરેશનની અસરકારક કામગીરીને કારણે પ૦થી ૬૦ ટકા વેપારીઓએે સેકન્ડ ડોઝ લઈ લીધો છે. જ્યારે ૭પ થી ૮૦ ટકા વેપારીઓ પ્રથમ ડોઝ લઈ ચુક્યા છે.

મહાજનો-કોર્પોરેશનના સંયુક્ત પ્રયાસથી ૬૦ થી ૭૦ ટકા વેપારીઓએ વેક્સિનનો પ્રથમ તથા પ૦ થી ૬૦ ટકા વેપારીઓએ બીજાેડોઝ લીધોઃ આશિષભાઈ ઝવેરી

તેથી બીજા ડોર માટે ૮૪ દિવસનો સમયગાળો તથા અન્ય કારણોને જાેતા આ સમયગાળાો કમસેકમ ૩૧મી ઓગષ્ટ સુધી વધારવામાં આવે તેવી લાગણી વેપારી આલમમાં પ્રવર્તી રહી છે. જાે કે ૧૦ થી ર૦ ટકા લોકો એવા છે કે જેઓ કેટલાંક કારણોસર વેક્સિન લેતા નથી. તેેમને પણ સમજાવવાના પ્રયાસો ચાલુ છે. જાે કે અમુક વેપારીઓ મેડીકલ ગ્રાઉન્ડને લઈને એટલે કે બિમારીને લીધે લેતા નથી.

કોરોનાના કપરાકાળમાં અમદાવાદના વેપારી મહાજનો મેદાનમાં આવ્યા છે. તેને કારણે વેક્સિન મુકાવવાની કામગીરી ખુબ જ ઝડપી બની છે. આશિષભાઈ ઝવેરીએ જણાવ્યુ હતુ કે અત્યાર સુધીમાં તેમણે તેમના વ્યવસાયિક ઝોનમાં પર થી પ૩ જેટલા વેક્સિનેશનના કેમ્પ યોજ્યા છે.

આ તમામ કેમ્પ સફળતાપૂર્વક પાર પડ્યા છે. અત્યાર સુધીમાં ર૧,પ૦૦ જેટલા વેપારી ભાઈઓને આ કેમ્પ મારફતે વેક્સિન આપવામાં આવી છે. મહાજનોના કાર્યક્રમમાં વેપારી-ભાઈઓ તરફથી પણ સંપૂર્ણ સહકાર મળ્યો હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.