વેપારીની દુકાનમાંથી ૧.૪૦ લાખની ચોરીની ફરિયાદ
અમદાવાદ: શહેરના નરોડામાં દુકાન ધરાવતા એક વેપારીએ કોમ્પ્લેક્સનાં લોકોને મેઇન્ટનન્સ ચૂકવ્યા બાદ તેઓ બાજુની દુકાનમાં પૂછપરછ કરવા ગયા હતા. ૧૫ મિનિટ રહીને આવ્યા બાદમાં બપોરે તેઓને બેંકમાં પૈસા ભરવા જવાનું હતું. જેથી ડ્રોઅર માં જાેયું તો ૧.૪૦ લાખ રૂપિયા ગાયબ હતા. બાજુના મોલમાં લાગેલા સીસીટીવી જાેતા અજાણી વ્યક્તિ દુકાનમાં ઘૂસતી દેખાઈ હતી. જેથી પોલીસ ફરિયાદ કરતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મેઘાણીનગર માં એક વેપારીને ગાડીનું ટાયર બદલવું ૧૫ હજારમાં પડ્યું હતું. અજાણ્યા લોકો નજર ચૂકવી ૧૫ હજાર ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ત્યારે વધુ એક બનાવ બનતા વેપારીઓની સુરક્ષા રામભરોસે હોવાનું મનાય રહ્યું છે. શહેરના નિકોલ વિસ્તારમાં રહેતા અંકિત ભાઈ પટેલ નરોડામાં વિઠ્ઠલ પ્લાઝામાં ગ્રાઉન્ડ ફ્લોરમાં સારથી ટાયર એન્ડ બેટરી નામની દુકાન ધરાવે છે. તેમની આ દુકાન એકાદ વર્ષથી ભાડે લીધેલી છે. આ દુકાન ઉપર તેઓ તથા તેમના ભાઈના દીકરા બેસે છે અને વેપાર કરે છે. ગત ૩ ડિસેમ્બરના રોજ સવારે તેઓ દુકાને આવ્યા હતા.
બાદમાં તેમનો ભત્રીજાે ૧૧ વાગે ઘરે જમવા માટે ગયો હતો. તે દરમિયાન અંકિત ભાઈ દુકાને હાજર હતા. ત્યારે બપોરે એક વાગ્યાની આસપાસ કોમ્પ્લેક્સના માણસો મેઇન્ટેનન્સ માટે પૈસા ઉઘરાવવા આવ્યા હતા અને આ લોકો મેઇન્ટેનન્સ ઉઘરાવી પરત જતા રહ્યા હતા. બાદમાં અંકિતભાઈ બાજુની દુકાનમાં મેઇન્ટેનન્સ બાબતે પૂછપરછ કરવા માટે ગયા હતા. આ દરમિયાન તેઓ ની દુકાન ખુલ્લી હતી. ૧૫ મિનિટ પછી અંકિતભાઈ પોતાની દુકાને પરત આવ્યા હતા અને બપોરના સાડા ત્રણેક વાગ્યાની આસપાસ તેમને બેંકમાં પૈસા ભરવા માટે જવાનું હોવાથી તેમણે તેમના ટેબલના ડ્રોઅરમાં રાખેલા ૧.૪૦ લાખ જણાયા નહોતા.
આ પૈસા ડ્રોઅર માં થી ક્યાં ગયા તે બાબતે તેમના ભત્રીજા ને પૂછતા તેઓએ આ બાબતે કઈ ન જાણતા હોવાનું જણાવ્યું હતું. બાદમાં ચોરી થઇ હોવાની શંકા જતા અંકિતભાઈ એ તેમની દુકાનની બાજુમાં આવેલા મોલ ની દુકાન સીસીટીવી કેમેરાના ફૂટેજ જાેતા તેમની દુકાનમાં કોઈ અજાણ્યા શખ્શો આવતા દેખાયા હતા. જે શખ્સોએ તેમના ડ્રોઅરમાંથી ૧.૪૦ લાખની ચોરી કરી હોવાનું ધ્યાને આવતા તેઓએ આ મામલે નરોડા પોલીસને જાણ કરતાં પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.