વેપારી એસોસીએશનો મેદાનમાંઃ પ૦૦ ચીજવસ્તુઓની યાદી તૈયાર
શહેરમાંથી ચીની પ્રોડક્ટસનો બહિષ્કાર
ભારતીય કંપનીની પ્રોડક્ટસને મહત્ત્વ અપાશે
દેશનું ૧૩ અબજ ડોલરનું વિદેશી હુંડીયામણ બચશે
જીસીસીઆઈની ટૂંકમાં બેઠક મળશે
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ચીન દ્વારા લદ્દાખમાં ભારતીય સેન્યના જવાનો પર હુમલો કરાતા તેમાં દેશના ર૦ જવાનો શહિદ થતા ચીનના કૃત્ય સામે ભારે આક્રોશ છે. નાગરીકો ચીનની ચીજવસ્તુઓ, માલસામાનનો બહિષ્કાર કરી રહ્યા છે. હવે નાગરીકોની સાથે વહેપારી એસોસીએશનો જાડાયા છે. ચાઈનીઝ પ્રોડક્ટસની યાદી તૈયાર થઈ રહી છે. લગભગ પ૦૦ પ્રોડક્ટસની યાદી તૈયાર થઈ ચુકી છે. ચાઈનીઝ પ્રોડક્ટસનો બહિષ્કાર કરાશે તો તેની જગ્યાએ ભારતીય કંપનીઓની ચીજવસ્તુઓનો ઉપયોગ કરાશે.
અમદાવાદ શહેરમાં વેપારી એસોસીએશનો ભારે ગુસ્સામાં છે. આક્રોશ સાથે તેઓ હવે ચાઈનીઝ પ્રોડક્ટસના બહિષ્કાર કરવાના મૂડમાં છે. ઈલેકટ્રીક, ઈલેકટ્રોનિક્સ, ટેક્ષ્ટાઈલ, ટોયઝ, વિવિધ રમકડા વગેરે ક્ષેત્રે અંદાજે પ૦૦થી વધારે ચીજવસ્તુઓની યાદી તૈયાર કરાઈ છે. વેપારીઓની સાથે અન્ય એસોસીએશનો પણ આગળ આવી રહ્યા છે. વિવિધ એસોસીએશનોએ ફક્ત ભારતની જ પ્રોડક્ટસની ખરીદી-વેચાણ કરવા માટે દરેકને અનુરોધ કરાયો છે. ચીનની પ્રોડક્ટસનું ખરીદ-વેચાણ બંધ કરી દેવાશે તો દેશનું ૧૩ અબજ ડોલરનું વિદેશી હુંડીયામણ બચી જશે.
અમદાવાદ શહેરમાં રીલિફરોડ પર ચાઈનીઝ માર્કેેટ આવેલું છે. ત્યાં પણ ચાઈનીઝ પ્રોડક્ટસનો બહિષ્કાર કરવા વેપારીઓ તત્પર થયા છે. ખાસ તો મૂર્તિમંત કોમ્પ્લેક્ષમાં ચાઈનીઝ પ્રોડક્ટસના મોબાઈલનું વેચાણ થાય છે તેનું વેચાણ બંધ કરવા માટે વિચારણા ચાલી રહી છે. જા વેપારીઓ અને એસોસીએશનો સહમત થશે તો ચીન સિવાયના દેશોના મોબાઈલ વેચવામાં આવશે. જા કે સત્તાવાર રીતે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી.
પરંતુ આ પ્રકારે એક ચર્ચા જારશોરથી ચાલી રહી છે. અમદાવાદ શહેરના વિવિધ વેપારી એસોસીએશનની ટૂંક સમયમાં બેઠક મળે એવી શક્યતા છે. જીસીસીઆઈની પણ ટૂંક સમયમાં બેઠક મળનાર છે. તેમાં આ મામલે ચર્ચા-વિચારણા કરીને ટૂંકાગાળા અને લાંબાગાળા માટેની નીતિ નક્કી કરવામં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે ભારતીય ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની નીતિ ઘડવી જાઈએ એવી લાગણી અને માંગણી વ્યક્ત થઈ રહી છે.
ચીનના પગલાં સામે દેશની જનતામાં ભારે આક્રોશ છે. ઠેર ઠેર લોકો ચાઈનીઝ પ્રોડક્ટસની હોળી કરી રહ્યા છે અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત કરી છે. ચીની દૂતાવાસ સામે દેખાવો યોજવામાં આવ્યા હતા. ગુજરાતમાં જનતાનો રોષ ચરમસીમાએ છે. ધીમે ધીમે નાગરીકો ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવા લાગ્ય ાછે.
અમદાવાદ, સુરત, વડોદરા જેવા મોટા શહેરોમાં લોકોને દેખાવો પણ યોજ્યા છે. તો ચીની ચીજવસ્તુઓનો બહિષ્કારના શ્રીગણેશ થઈ ચુક્યા છે. લોકોના આક્રોશને જાઈને વેપારી સંગઠનો મેદાનમાં આવી ગયા છે. પ્રજા-વેપારીઓ અને ઉદ્યોગપતિઓના સહયોગમાં સરકાર ઉતરનાર છે. કેન્દ્ર સરકારે તો તેની શરૂઆત પણ કરી દીધી છે. બીએસએનએલને એમટીએનએલમાં ચીનના તમામ ઉપકરણોનો ઉપયોગ કરવાની જગ્યાએ ભારતીય બનાવટના ઉપકરણોનો જ ઉપયોગ કરવા આદેશ આપ્યો છે.
કેન્દ્રએ ચીનને ઘેરવાની શરૂઆત કરી દીધી છે. ડીપ્લોમેટીક સ્તરે વાતચીત, સૈન્ય બળ અને હવે દેશમાં ચીનની બનાવટની ચીજવસ્તુઓનો બહિષ્કાર શરૂ થઈ ગયો છે. આમ, ચીનને તમમ સ્તરેથી ભીંસમાં લેવામાં આવશે. ચીનની લગભગ પ૦૦ જેટલી બનાવટની ચીજવસ્તુઓનો બહિષ્કાર કરાશે. તો બીજી તરફ ચીનમાંથી આયાત થતી ચીજવસ્તુઓ બંધ કરી દેવા લોકો આકેશ સાથે જણાવી રહ્યા છે. ચીનની પ્રોડક્ટસ સસ્તી હોવાથી લોકો ખરીદે છે. ક્વોલીટીની બાબતમાં નાગરીકોને વિશ્વાસ નથી હોતો. લોકો માને છે જ છે કે ચીનની બનાવટની વસ્તુઓ વાપરો અને ફેંકી દો જેવી હોય છે. ટકાઉ અને ગુણવત્તાપૂર્ણ હોતી નથી.
તેમ છતાં સસ્તી ચીજવસ્તુઓ હોવાથી નાગરીકોનું મન ખરીદી કરવા લલચાય છે. તેથી આ મુદ્દાને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે જરૂરી પગલાં લેવા જાઈએ એવી પણ માંગણી નાગરીકો કરી રહ્યા છે.