વેપારી પાસે ભાગીદારી કરી ૩પ લાખનું વળતર ન આપતાં છેતરપીંડીની ફરિયાદ
વેપારીના પુત્રને વાતોમાં ફસાવી પિતા પાસે ઈન્વેસ્ટ કરાવડાવ્યું હતું |
(પ્રતિનિધિ) અમદાવાદ : નવી મુંબઈમાં કેટલાંક વ્યક્તિ પરીચય થતાં પુત્રના કહેવાથી વેપારી પિતાએ ભાગીદારમાં નવો ધંધો શરૂ કરીને તેમાં રૂપિયા રોકયા હતા જાકે બાદમાં વેપારીની તબિયત લથડતાં તેમણે કંપનીમાંથી રાજીનામુ આપી પોતાનું સ્ટોક હોલ્ડીંગ જાળવી રાખ્યુ હતું જાકે રૂપિયાની લાલચ આવી જતાં મુંબઈના આ ઈસમોએ તેમને લેવાના નીકળતાં રૂપિયા ૩પ લાખ નહી આપતા વેપારી પોલીસના શરણે ગયા હતા.
આ અંગેની વિગત એવી છે કે કૃષ્ણભગવાન રાજારામ શર્મા (રહે. સિંધુભવન, થલતેજ) વિજય ચાર રસ્તા ખાતે કંડલા કાર્ગો કેરીયર નામે ઓફીસ ધરાવે છે ઉપરાંત અનાજની દલાલીનું પણ કામ કરે છે વર્ષ ર૦૧રમાં પુત્ર મોહીત શર્માની નોકરી મુંબઈ લાગતા મોહીતની (૧) શ્રી ક્રિષ્ના વિઠ્ઠલરાય નિકમ (ર) સંજીવ નાભુષણમ સામલા (૩) નીતું સંજીવ સામલા તથા (૪) રાજશ્રી શ્રીક્રિષ્ના નિકમ નામના બે દંપતી સાથે ઓળખાણ થઈ હતી બંને ઠગ દંપતીઓએ મોહીતને વિશ્વાસમાં લઈ આઈ.ટી. કંપની ચાલુ કરી તેમાં ઈન્વેસ્ટ કરવાનું કહયુ હતું.
આ અંગે મોહીતે વેપારી પિતા કૃષ્ણ ભગવાનને સમજાવતા તે મોટી રકમ ઈન્વેસ્ટ કરવા તૈયાર થયા હતા અને નવી કંપનીમાં ભાગીદાર તરીકે જાડાયા હતા થોડા સમય સરખુ ચાલ્યા બાદ કૃષ્ણભગવાનની તબિયત લથડતાં તેમણે ભાગીદાર તરીકે રાજીનામું આપી પોતાનો સ્ટોક જાળવી રાખ્યો હતો જાકે બંને દંપતીને રૂપિયાની લાલચ જાગતા તેમણે મુંબઈમાં પણ કંપનીનું બેંક એકાઉન્ટ ખોલાવી ત્યાં વ્યવહારો કર્યા હતા જેની તપાસ કરાવતા ક્રિષ્ણભગવાનભાઈને રૂ.૩પ લાખની રકમ લેવાની નીકળતી હતી પરંતુ વારંવાર માંગણી કરવા છતાં લેણી રકમ ન મળતા છેવટે તેમણે ગુજરાત યુનિવર્સીટી પોલીસમાં ચારેય વિરુધ્ધ છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે. પોલીસ તેની તપાસ ચલાવી રહી છે.