વેપારી મહાજનની નવી કમિટી પ્રશ્નો ઉકેલવા પ્રયાસ કરશે
(એજન્સી) અમદાવાદ, અમદાવાદના વેપારી સંગઠનો અને વેપારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે કે સરકાર સમક્ષ તેમની યોગ્ય રજુઆત થઈ શકે એ માટે રચાયેલા અમદાવાદ વેપારી મહાજનના નવા હોદ્દેદારોની નિમણુૃક કરવામાં આવી છે. મહાજનના પ્રમુખ તરીકે હર્ષદ ગીલીટવાળાની જ્યારે મીડીયા કન્વીનર તરીકે આશિષ ઝવેરીની નિમણંુક કરવામાંઅ ાવી છે. જેમાં લોકલ વપારીઓને ફાયદો થાય એવા પ્રયાસ કરવામાં આવશે.
અમદાવાદ વેપારી મહાજનની વાર્ષિક સામાન્ય સભામાં ટ્રસ્ટી તરીકે કમલેશ કંદોઈ, વિજય શાહ, કીર્તિ મહેતા, મુકેશ શેઠ, સુખરાજ ગેહલોત, નારણ મકવાણચ, રેનિશ શાહ, ખયાલ તેજવાણી તથા અતુલ શાહ અને હર્ષદ ગીલીટવાળાની નિમણુંક કરાઈ છે.
મહાજનનું સતત વિસ્તરણ થતાં શહેરના જુદા જુદા ભાગના વેપારીઓને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તેના માટે મહાજનને મધ્ય, પશ્ચિમ તથા પૂર્વ ઝોનમાં વહેચી દેવામાં આવ્યુ છે. તમામ ઝોનના પ્રમુખો અને સેક્રેટરીની પણ નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં મધ્ય ઝોનના પ્રમુખ તરીકે ગાંધીરોડ વેપારી સંઠનના મેઘરાજ ડોડવાણીની નિમણુંક કરવામાં આવી છે.
નવી ટીમ દ્વારા અમદાવાદના લોકલ વેપારી અને લોકલ બજારમાં વધુમાં વધુ ગ્રાહકો આવતા થાય એવા પ્રયાસ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત લોકલ ફોર વોકલને પણ પ્રોત્સાહન આપવાનો પ્રયાસ નવી ટીમ દ્વારા કરવામાં આવશે.