Western Times News

Gujarati News

વેપાર બરાબર ન ચાલતા તાંત્રિક વિધિ કરવા ગયેલી યુવતી સાથે દુષ્કર્મ

સુરત, સુરતની યુવતીએ પોતાનો વેપાર બરાબર ન ચાલતો હોવાને લઇને વડોદરાના એક તાંત્રિક પાસે વિધિ કરાવી હતી જાે કે આ વિધિ દરમિયાન સુરતની યુવતી સાથે તાંત્રિકે દુષ્કર્મ આચર્યું હતું આ તાંત્રિક વિરૂધ્ધ ભાવનગર ખાતે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા સુરતની યુવતીએ પણ આ તાંત્રિક વિરૂધ્ધ હિંમત એકઠી કરીને કતારગામ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે ગણતરીના દિવસોમાં તાંત્રિકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે,.

આ કેસની વિગત એવી છં કે સુરતના કતારગામ ખાતે રહેતી યુવતી પરિવારને સાડીમાં સ્ટોન લગાડીને આર્થિક રીતે મદદ કરતી હતી જાે કે તેનો વેપાર બરાબર ન ચાલતો હોવાથી તેણીએ તેના એક સંબંધીએ તાંત્રિક પાસે વિધિ કરવાનું કહ્યું હતું યુવતીનો પરિવાર ૨૦૧૭માં પોતાનો વેપાર ધંધો સારી રીતે ચાલે તે માટે વડોદરાના તાંત્રિક જયોતિષ હિરેન પુરોહિત પાસે વિધિ કરાવી હતી.આ માટે તેમણે હિરેન નરેન્દ્ર પુરોહિતને સુરત બોલાવ્યો હતો.

હિરેન યુવતીના ઘરે ગયો હતો અને તે સમયે કહ્યું હતું કે તેના પર માતાજીના આર્શીવાદ છે કેટલાક જાદુ પણ કર્યા હતાં જેથી યુવતીના પરિવારજનો તેનાથી પ્રભાવિત થયા હતાં ઘરના તમામ સભ્યો પણ વિધિ કરી હતી હિરેને વિધિના રૂપિયા લીધા સૌથી છેલ્લે યુવતી પર વિધિ કરવાના સમયે હિરેને કહ્યું કે તેની વિધિ એકાંતમાં કરવી પડશે જાે અનિષ્ટ તત્વો બહાર નીકળશે તો તે બીજાને ચોટી જાય એમ છે એમ કહીને તેણે યુવતીને રૂમમાં બોલાવી અને ધેનવાળો પ્રસાદ આપી તેના પર દુષ્કર્મ કર્યું હતું અને નગ્ન ફોટા પાડી લીધા હતાં. અને યુવતીએ પોતાની આબરૂ બચાવી લેવા તાંત્રિક સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું આ સમયે તાંત્રિકે પોતે કુવારો હોવાનું કહ્યું અને તે તાંત્રિક સાથે ભાગી ગઇ હતી. પરંતુ ખબર પડી કે તાંત્રિક પહેલા જ પરણેલો છે અને વિવાદાસ્પદ છે. અને ત્યારબાદ છુટાછેડા લીધા હતાં અને બાદમાં સુરતના કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આ મામલે પોલીસે -તપાસ શરૂ કરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.