શાદી ડોટ કોમ વેબસાઈટ પર ભેદભાવનો આરોપઃ બ્રિટનમાં વિવાદ
નવી દિલ્હી, ભારતમાં અગ્રણી વૈવાહિક વેબસાઇટ Shaadi.com પર અનુસૂચિત જાતિ (એસસી) સમુદાયોથી ભેદભાવનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ અંગે બ્રિટનમાં વિવાદ ઉભો થયો છે. આ વેબસાઇટ યુકે સમુદાયના લોકો માટે તેમના જીવનસાથીને શોધવાનો સૌથી મોટો રસ્તો છે.
સૂત્રો મુજબ આક્ષેપમાં કહેવામાં આવ્યું છે કે અનુસૂચિત જાતિના લોકોની પ્રોફાઈલ ઉચ્ચ જાતિના કોઈ પણ વ્યક્તિની પ્રોફાઇલ પર આવતી નથી સિવાય કે તે અન્ય તમામ જાતિનો વિકલ્પ પસંદ ન કરે. જો કે, ‘ Shaadi.com’ એ જ્ઞાતિ આધારિત ભેદભાવને નકારી દીધો છે કારણ કે તેનો સમુદાય માટે કોઈ ભેદભાવ નથી..
બીજી તરફ વકીલે ચેતવણી આપી છે કે બ્રિટનના સમાનતા કાયદાનું આ ઉલ્લંઘન હોઈ શકે છે. ભારતમાં જાતિ ભેદભાવ ગેરકાયદેસર છે. બ્રિટનમાં સમાનતા અધિનિયમ 2010 જાતિ અને અન્ય લાક્ષણિકતાઓના આધારે ભેદભાવ પર પ્રતિબંધ મૂક્યો છે. વેબસાઇટના પ્રવક્તાએ કહ્યું કે, ‘અમે કોઈ કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા નથી કારણ કે આ પ્લેટફોર્મ સમુદાય અથવા જાતિના આધારે ભેદભાવ રાખતો નથી અને દરેક વ્યક્તિને તેમની જાતિ અથવા સમુદાયને ધ્યાનમાં લીધા વિના સમાન તક પૂરી પાડે છે.’