વેબ ઓફસેટ પ્રિન્ટર્સ એસોસીએશનના હોદ્દેદારોની વરણી
(એજન્સી) ગાંધીનગર, ગુજરાત રાજ્યના શાળા પાઠ્યપુસ્તક મંડળ સાથે પ્રિન્ટીંગ કામના સંદર્ભે સંકળાયેલા અને મંડળ સાથે કામ કરતાં મુદ્રકોના વેબ ઓફસેટ પ્રિન્ટર્સ એસોસીએશનની એક બેઠક તાજેતરમાં મળી હતી. જેમાં વિવિધ હોદ્દદારોની વરણી સર્વાનુમતે કરવામાં આવી હતી.
તેમાં પ્રમુખ તરીકે રમેશભાઈ જી.પટેલ (કેપિટલ ઓફસેટ- ગાંધીનગર) ઉપ પ્રમુખ તરીકે રસિકભાઈ બી. ગજ્જર ,(જગદીશઓફસેટ-અમદાવાદ) , મંત્રી તરીકે જીજ્ઞેશભાઈ પટેલ (આરે.કે.પ્રિન્ટર્સ-અમદાવાદ), સહમંત્રી તરીકે સ્નેહલ પટેલ (વિકાસ પ્રિન્ટર્સ-ગાંધીનગર),
ખજાનચી તરીકે મનિષ જાેશી (શ્રી સોમનાથ ઓફસેટ- ભાવનગર) તથા કારોબારી સભ્ય તરીકે અંકિત પટેલ (બિલીયેટ પ્રિન્ટ હાઉસ, અમદાવાદ)ની વરણી કરવામાં આવી હતી.