વેબ મીડિયા એસોસિએશનની બેઠક ૧૮ માર્ચના રોજ મુંબઇમાં યોજાશે
મુંબઇ, મહારાષ્ટ્રમાં તમામ વેબ ન્યુઝ પોર્ટલના સંપાદકોની બેઠક યોજાશે વેબ મીડિયા એસોસિએશન પત્રકારો માટે એક સંગઠન તરીકે કામ કરી રહી છે જે જીલ્લા સ્તર અને તાલુકા સ્તર પર વેબ ન્યુઝ પોર્ટર ચલાવે છે. તેના અધ્યક્ષ ગર્જા મહારાષ્ટ્ર ન્યુઝ ચેનલના મુખ્ય સંપાદક અનિલ મહાજન અને સંચાલક સભ્ય રફતાર હિન્દુસ્તાનની હિંન્દી સમાચારના સંપાદક ઇરફાન શેખની સાથે નવ સંચાલક સભ્ય છે.
ડિઝીટલ ઇન્ડિયા વેબ મીડિયાની નવીનતમ ધારા છે જે વેબ મિડિયા એસોસિએશનના પત્રકારોના અધિકારો માટે બનાવવામાં આવી છે આ વેબ મીડિયાના માધ્યમથી સામાન્ય જનતા સુધી ઝડપથી સમાચાર પહોંચાડવાં મદદ કરે છે.
મહારાષ્ટ્રમાં તાલુકા અને જીલ્લા સ્તર પર લગભગ ૧૫૦૦૦થી ૨૦૦૦૦ વેબ પોર્ટર સંચાલિત છે અને તે નિયમિત રીતે ચાલે છે પરંતુ કેન્દ્ર સરકાર અને રાજય સરકારે તેમના માટે કોઇ નીતિ નક્કી કરી નથી વેબ મીડિયા માટે કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયએ અત્યાર સુધી કોઇ મીડિયા નીતિ લાગુ કરી નથી કેન્દ્ર સરકારે તાકિદે વેબ મીડિયા માટે મીડિયા નીતિ લાગુ કરવી જાઇએ તેને આગળ વધારવા માટે શાસન માન્ય સંસ્થા વેબ મીડિયા એસોસિએશનની રચના કરવામાં આવી છે.
વેબ મીડિયા એસોસિએશનના અધ્યક્ષ અનિલ મહાજને જણાવ્યું હતું કે વેબ મીડિયા એસોસિએશનના સભ્યો કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરની સાથે વેબ મીડિયાની મુશ્કેલીઓ બાબતે રજુઆત કરશે જેથી વેબ મીડિયાની દરેક વેબ ન્યુઝ પોર્ટર ધારકને નિર્ધારિત કરી એનઆરઆઇ નંબર મળી શકે.
મહાજન જણાવ્યું હતું કે વેબ મીડિયા એસોસિએશનની બેઠક બાંદ્રા મુંબઇ ખાતે ૧૯ માર્ચના રોજ પિનકલ કોર્પોરેટ પાર્ક પાંચમા મળે ૫૦૧ ટ્રેડ સેંટની બાજુમાં વીકેસી બાંદ્રા પૂર્વમાં યોજાશે જેમાં વેબ મીડિયા એસોસિએશનમાં સભાસદ ઇચ્છુક વેબ પોર્ટરના સંપાદકો અને પત્રકારોને હાજર રહેવા જણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે દેશના તમામ રાજયના સમાચાર મીડિયા પોર્ટલના સંપાદકો અને પત્રકારોને સલાહ છે કે તમે પણ આ વેબ મીડિયા એસોસિએશનના એક સત્તાવાર સભ્ય બની શકો છો તેના માટે પોતાના પોર્ટલનું પુરૂ નામ અને પોતાનો સંપર્ક નંબર વેબ મીડિયા એસોસિએશનની ઇમેલ આઇડી કે વ્હાટ્સએપ પર મોકલી શકો છે. સંપર્ક સંચાલકનો નંબર ૯૮૨૫૩૪૮૯૪૪ છે. આ નંબર પર સંપર્ક કરી શકાય છે.