વેરાવળથી બાંદ્રા ટર્મિનસ વચ્ચે પરિક્ષા સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી (NTPC) દ્રિતીય ચરણની પરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા વેરાવળ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે પરીક્ષા સ્પેશિયલ ટ્રેન ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી દ્વારા જાહેર કરવામાં આવેલી એક પ્રેસ રિલીઝ મુજબ આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:-
· ટ્રેન નંબર 09420/09419 વેરાવળ – બાંદ્રા ટર્મિનસ પરિક્ષા સ્પેશિયલ (2 ટ્રીપ)
ટ્રેન નંબર 09420 વેરાવળ – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ રવિવાર, 8 મે, 2022 ના રોજ વેરાવળથી 10.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 05.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09419 બાંદ્રા ટર્મિનસ – વેરાવળ સ્પેશિયલ સોમવાર, 9 મે, 2022 ના રોજ બાંદ્રા ટર્મિનસથી 21.45 કલાકે ઉપડશે
અને બીજા દિવસે 15.35 કલાકે વેરાવળ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં જૂનાગઢ, જેતલસર, ગોંડલ, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, મહેમદાવાદ ખેડારોડ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સિટિંગના જનરલ કોચ રહેશે.
ટ્રેન નંબર 09420/09419 માટે બુકિંગ 6 મે, 2022થી યાત્રી આરક્ષણ કેન્દ્રો અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન તરીકે દોડશે અને સેકન્ડ ક્લાસ સિટિંગના જનરલ કોચ સિવાય તમામ કોચ સંપૂર્ણપણે આરક્ષિત રહેશે. ટ્રેનના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.