વેરાવળમાં પફર માછલી ખાધા બાદ મોતનો પ્રથમ કેસ
અમદાવાદ, ગત વર્ષે વેરાવળ બંદર ખાતે ચાર પરપ્રાંતીય મજૂરોએ પફર ફીશ ખાધી હતી. જે બાદમાં તેમની તબીયત લથડી હતી. જે બાદમાં ચારમાંથી એક મજૂરનું હૉસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. આ મામલે સીઆઈએફટી તરફથી સંશોધન કરવામાં આવ્યું હતું. આ સંશોધનને આંતરરાષ્ટ્રીય ફોરમે માન્યતા આપી છે. એટલે કે મજૂરનું મોત પફર ફીશ ખાવાને કારણે જ થયાની પુષ્ટિ થઈ છે.
સીઆઈએફટીના વૈજ્ઞાનિકો તરફથી સંશોધનના અંતે જે દાવો કરવામાં આવ્યો હતો તે માન્ય રહ્યો છે. આ રીતે ગુજરાતમાં જ નહીં પરંતુ દેશમાં પફર ફીશ ખાવાને કારણે પ્રથમ મોત થયાની પુષ્ટિ થઈ છે. વર્ષ ૨૦૨૦માં વેરાવળ બંદર ખાતે ચાર પરપ્રાંતીય મજૂરોએ પફર માછળી આરોગી હતો. જે બાદમાં તેમને ફૂડ પોઇઝનિંગ થઈ ગયું હતું. તમામની સારવાર ચાલી રહી હતી ત્યારે એક મજૂરનું મોત થયું હતું.
જે બાદમાં સીઆઈએફટી સંસ્થાએ આ અંગે તપાસ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ માછલી અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાતનાં દરિયામાં પુષ્કળ માત્રામાં જાેવા મળે છે. આ અંગે સંશોધન કરીને ટીમે પફર ફીશથી ફૂડ પોઇઝનિંગનો આ પ્રથમ બનાવ હોવાનું સાબિત કર્યું હતું. તેમજ આ અંગે તમામ માહિતી એકઠી કરી હતી.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જાે પફર ફીશને યોગ્ય રીતે રાંધીને ખાવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. આ માટે સંસ્થા તરફથી માર્ગદર્શિકા પણ તૈયાર કરવામાં આવી રહી છે. જેનાથી આ માછલીને ખાતા લોકો તેને કઈ રીતે રાંધી શકાય તેની કળા શીખી શકે.
વેરાવળમાં માછલી ખાધા બાદ ફૂટ પોઇઝનિંગથી મોત બાદ સીઆઈએફટીના વૈજ્ઞાનિક ટોમ્સ સી જાેસેફ, એમ.એ. પ્રદીપ, ટી.કે. અનુપમા, એજાઝ પરમાર, વી રેણુકા, એસ રેમ્યા, સી.એન. રવિશંકર અને વેરાવર હૉસ્પિટલના ડીબી ગોસ્વામીની ટીમે આ વ્યક્તિના તમામ મેડિકલ રિપોર્ટ તપાસ્યા હતા.
આ ઉપરાંત મૃતકે જે માછલી ખાધી હતી તેનું ડીએનએ પણ લેવામાં આવ્યું હતું. જેનાથી એ નક્કી કરી શકાય કે માછલીએ વ્યક્તિના શરીરમાં ઝેર કેવી રીતે પ્રસરાવ્યું. જે તે વખતે વૈજ્ઞાનિકોએ કહ્યુ હતુ કે, આ માછલીને ખાવાથી હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું તેવા અને મોતના કેસ સામે આવી ચૂક્યા છે. પરંતુ વૈજ્ઞાનિકો આવું સાબિત નથી કરી શક્યા. બીજા દેશોની જેમ જાપાન, ઓસ્ટ્રેલિયા, સિંગાપુર અને અમેરિકામાં પણ આ માછલી ખાવાથી મોત થયાનો કોઈ ડેટા નથી. જાેકે, વિશ્વમાં અનેક એવા દેશ છે જ્યાં પુષ્કળ પ્રમાણમાં આ માછલી ખાવામાં આવે છે.SSS