Western Times News

Gujarati News

‘વેલકમ ટુ ધ જંગલ’ની ટીમે આમિર ખાનનો મુકાબલો કરવાનું ટાળ્યું

લાહોરઃ ૧૯૪૭’ બની રહી છે

ડિસેમ્બર મહિનામાં અક્ષય કુમારની મલ્ટિ સ્ટારર ફિલ્મ અને ‘સિતારેં ઝમીન પર’ રિલીઝ થવાની હતી

મુંબઈ,અક્ષય કુમાર અને આમિરખાનની ફિલ્મો પાછલા કેટલાક સમયથી ઓડિયન્સને ખાસ પસંદ આવી નથી. આમ છતાં બંનેનું સ્ટારડમ અને ફેન ફોલોઈંગ અકબંધ છે. ૨૦૨૪ના વર્ષમાં ફરી એક વાર અક્ષય કુમાર અને આમિર ખાન બોક્સઓફિસ પર નસીબ અજમાવવાના છે. સંજોગવશાત ડિસેમ્બર મહિનામાં અક્ષયની મલ્ટિસ્ટારર ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ અને આમિરની ‘સિતારેં ઝમીન પર’ વચ્ચે ક્લેશ થવાની શક્યતા હતી.

જો કે ‘વેલકમ ટુ ધ જંગલ’ની ટીમે ફિલ્મને પોસ્ટપોન કરવાનું વિચાર્યું હોવાથી હાલ પૂરતી બે મોટાં સ્ટાર્સની ફિલ્મ વચ્ચે સીધી ટક્કરની સંભાવના ઓછી થઈ છે. ૨૦૨૪ના વર્ષમાં ઘણી બિગ બજેટ ફિલ્મો વચ્ચે સીધી ટક્કરના સંજોગ ઊભાં થયા છે. વર્ષના સેકન્ડ હાફમાં પણ આ સ્થિતિ યથાવત રહેવાની છે. ૨૦મી ડિસેમ્બરે અક્ષયની ‘વેલકમ ટૂ ધ જંગલ’ રિલીઝ થવાની હતી, જ્યારે ક્રિસમસ પર આમિરની ‘સિતારેં ઝમીન’ પરનું આગમન થવાનું હતું.

આમિરે ‘સિતારેં ઝમીન પર’માં એક્ટિંગના બદલે પ્રોડ્યુસર તરીકે જવાબદારી લીધી છે. ‘લાલ સિંહ ચઢ્ઢા’ની નિષ્ફળતા પછી આમિરે એક્ટિંગમાં બ્રેક લીધો છે અને હાલ પ્રોડક્શન પર ફોકસ કર્યું છે. આમિરના પ્રોડક્શનમાં બિગ બજેટ ફિલ્મ ‘લાહોરઃ ૧૯૪૭’ બની રહી છે, જેમાં સની દેઓલનો લીડ રોલ છે અને રાજકુમાર સંતોષીએ ડાયરેક્શન કર્યું છે.

અક્ષય કુમારે પણ સમય પારખીને પોતાની પદ્ધતિ બદલી છે. આ વખતે અક્ષયે એકલા હાથે ફિલ્મ કરવાના બદલે મલ્ટિસ્ટારર ફિલ્માં નસીબ અજમાવ્યું છે. તાજેતરમાં સંજય દત્તે આરોગ્યના કારણોસર આ ફિલ્મમાંથી વિદાય લીધી હતી અને તેમના બદલે જેકી શ્રોફની પસંદગી કરાઈ હતી. ફિલ્મની કાસ્ટ ઘણી લાંબી હોવાથી શૂટિંગમાં સમય લાગી રહ્યો છે

અને તેના કારણે ૨૦૨૫ પહેલાં તેને રિલીઝ કરવાનું અઘરું બન્યું છે. ફિલ્મના ઘણાં શીડ્યુલ્સ હજુ બાકી છે અને વીએફએક્સમાં પણ સમય લાગવાનો છે. રિલીઝ ડેટ સાચવવાના પ્રયાસોમાં શૂટિંગ ઉતાવળે કરવું પડે અને વીએફએક્સમાં પણ ઝડપ રાખવી પડે. ફિલ્મની ક્વોલિટી કોમ્પ્રોમાઈઝ કરવાનું પોસાય તેમ ન હોવાથી‘વેલકમ ટૂ ધ જંગલ’ની રિલીઝ ડેટ પોસ્ટપોન થવાનું નિશ્ચિત છે. આમિર ખાને અગાઉ ક્રિસમસ પર પોતાની ફિલ્મ રિલીઝ કરવાના ઈરાદા જાહેર કર્યા હતા. જેના કારણે આમિર અને અક્ષયની ફિલ્મો વચ્ચે સીધી ટક્કરની સંભાવના ઊભી થઈ હતી. જો કે અક્ષયની ફિલ્મ પોસ્ટપોન થઈ હોવાથી બંને સ્ટાર્સને હાલ પૂરતી રાહત મળી છે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.