‘વેલકમ ટુ ધ જંગલ’માં સુનિલ શેટ્ટી ડોન બનશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/05/sunil.jpg)
આ સુનિલ શેટ્ટીનો સૌથી વધુ કોમેડી કોલ હશે
સુનિલ શેટ્ટી ફરી એક વખત તેની ‘હેરાફેરી’ ગેંગ અક્ષય કુમાર અને પરેશ રાવલ સાથે ‘વેલકમ ટુ ધ જંગલ’ ફિલ્મ કરશે
મુંબઈ, સુનિલ શેટ્ટી ફરી એક વખત તેની ‘હેરાફેરી’ ગેંગ અક્ષય કુમાર અને પરેશ રાવલ સાથે ‘વેલકમ ટુ ધ જંગલ’ ફિલ્મ કરશે. સૂત્રોના આધારે જાણવા મળ્યું છે કે આ ફિલ્મમાં સુનિલ શેટ્ટી એક રમૂજવૃત્તિના ડોનનો રોલ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુનિલ શેટ્ટી, અક્ષય કુમાર, પરેશ રાવલ અને જોની લીવર સાથે કોમેડી રોલમાં જોવા મળશે, કહેવાય છે કે આ સુનિલ શેટ્ટીનો સૌથી વધુ કોમેડી કોલ હશે. વેલકમ ફ્રેન્ચાઇઝીની આ ફિલ્મમાં સુનિલ એક પ્રેમાળ ડોનનો રોલ કરતો જોવા મળશે. મળતી માહિતી મુજબ,ફિલ્મના મેકર્સ દ્વારા આ પાત્રની ગ્રાન્ડ એન્ટ્રી માટે એક મેગ્નિફિશન્ટ અને લેવિશ સીક્વન્સ પ્લાન કરવામાં આવી છે. સુનિલે પોતાની કરિયરમાં ઘણા આકોનિક પાત્રો ભજવેલા છે અને ફરી તેને આ કોમેડી અવતારમાં જોવા માટે દર્શકો ઉત્સાહિત છે. સુનિલે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરૂ દીધું છે અને તે સેટ પર પોતાનો સમય ખૂબ મજાથી વિતાવી રહ્યા છે. સૂત્રના જણાવ્યા અનુસાર, સુનિલ કોમેડી ઝોનમાં પાછા ફરીને ખૂબ ઉત્સાહમાં છે, ખાસ કરીને તેના મિત્રો અક્ષય અને પરેશ સાથે. તે સેટ પર મજા કરી રહ્યો છે. આ કોમેડી રોલ છે પરંતુ અત્યાર સુધીમાં જોયા છે, તેના કરતાં ઘણો અલગ છે. આ ફિલ્મ જોઈને લોકોનો શું પ્રતિસાદ છે તે જાણવા માટે સુનિલ આતુર છે.” ફિલ્મના ડિરેક્ટર અહેમદ ખાન અને પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલા આ ત્રીજી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’થી વેલકમ ફ્રેન્ચાઈઝીને રિવાઈવ કરી રહ્યાં છે. આ ફિલ્મમાં મ્યુઝિક, કોમેડી અને એડવેન્ચરનું જોરદાર મિશ્રણ હશે.આ ફિલ્મમાં રવિના ટંડન, લારા દત્તા, જેકલીન ફર્નાન્ડિઝ, દીશા પટણી, અરશદ વારસી, પરેશ રાવલ, જ્હોની લીવર, રાજપાલ યાદવ, તુષાર કપુર, શ્રેયસ તળપદે અને કૃષ્ણા અભિષેક સહિતના કલાકારોની ભરમાર છે.થોડા વખત પહેલાં અહેવાલો હતાં કે સંજય દત્તે તબિયતના કારણોસર આ ફિલ્મ છોડી દીધી છે. આ ફિલ્મ ૨૦ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ રિલીઝ થશે.ss1