વેલેન્ટાઈન્સ ડે પર રોહનપ્રીતે પોતાની ક્વિનનું ટેટૂ બનાવ્યું
મુંબઈ: બોલિવુડ સિંગર નેહા કક્કડ માટે આ વેલેન્ટાઈન્સ ડે ખૂબ ખાસ છે. લગ્ન બાદ નેહા અને પતિ રોહનપ્રીત સિંહનો આ પહેલો વેલેન્ટાઈન્સ ડે છે. આ પહેલો વેલેન્ટાઈન્સ ડે ખાસ બનાવવા માટે રોહનપ્રીતે નેહાના નામનું ટેટૂ તેના હાથ પર ત્રોફાવ્યું છે. રોહનપ્રીતની આ સ્પેશિયલ ગિફ્ટથી નેહા ખુશ તો સાથે જ થોડી ઈમોશનલ પણ જાેવા મળી હતી. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા નેહા અને રોહનપ્રીતે વેલેન્ટાઈન્સ ડે પર ખાસ તસવીરો શેર કરી છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલી તસવીરોમાં નેહા પતિ રોહનપ્રીતનું ટેટૂ બતાવતી જાેવા મળે છે. એક તસવીરમાં પતિના હાથ પર કિસ કરતી જાેવા મળે છે. નેહાએ લખેલા રોહનપ્રીતના ટેટૂ સાથે પોઝ આપતી વિવિધ તસવીરો શેર કરી છે. નેહાએ આ તસવીરો શેર કરતાં લખ્યું, મારા વેલેન્ટાઈને મને સૌથી સારી ગિફ્ટ આપી છે!! આટલો પ્રેમ બેબી?
મેં તેને પૂછ્યું કે બેબી પીડા થઈ હશે ને? તેણે કહ્યું- જરાય નહીં, હું તારા ગીતો ગાઈ રહ્યો હતો નેહુ બાબુ. આ જ તસવીરો શેર કરતાં રોહનપ્રીતે નેહા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતાં લખ્યું, મારી લવ હેપી વેલેન્ટાઈન્સ ડે. તારા માટે એક નાનકડી ગિફ્ટ અને હું તને કહેવા માગુ છું કે હવે જ્યારે હું મારા હાથ પર તારું નામ જાેઉં છું ત્યારે મને ગર્વ થાય છે.
હવે હું મૂંઝવણમાં મૂકાયો છું કારણકે તું કહે છે કે આ ટેટૂ તારા માટે સૌથી સારી ગિફ્ટ છે પણ મને લાગે છે આ મારા માટે ગિફ્ટ છે કારણકે તારું નામ મારા શરીર પર ત્રોફાવું તે સૌથી મોટી ભેટ છે બાબુ. જણાવી દઈએ કે, માત્ર વેલેન્ટાઈન્સ ડે જ નહીં રોહનપ્રીતે રોઝ ડે પર પણ નેહાને સરપ્રાઈઝ આપી હતી. રોહનપ્રીતે ફૂલોની સાથે ચોકલેટનું બોક્સ નેહા માટે મોકલ્યું હતું. જેની ઝલક નેહાએ સોશિયલ મીડિયા પર પણ બતાવી હતી.