વેલેન્ટાઈન ડેના દિવસે નેહા કકકર અને આદિત્ય નારાયણ લગ્ન કરશે
મુંબઈ, ટીવી રિયાલીટી શો ઈન્ડીયન આઈડોલ-૧૧ના સેટ પર સિંગર નેહા કકકર અને આદિત્ય નારાયણના લગ્ન ફિકસ થઈ ગયાં છે. એક એપીસોડ દરમ્યાન બંનેનાં માતા-પિતાએ પહોચીને લગ્ન નકકી કરી લીધાં છે. એટલું જ નહી, આ સિંગર કપલનાં લગ્ન વેલેન્ટાઈન ડેના દિવસે થશે. શોના હોસ્ટ આદિત્ય નારાયણ અને સિંગર નેહા કકકરનાં લગ્ન નકકી થઈ ગયાં છે. શો પર મહેમાન તરીકે પહોચેલી નેહાની માતાએ કહ્યું કે અમે નકકી કર્યું છે કે તારાં લગ્ન આદિત્ય સાથે થશે. હું અને તારા પિતા આદિત્યને ખુબ જ પસંદ કરીએ છીએ અને લગ્ન વિશે વિચારી રહયાં છીએ.
આ દરમ્યાન નેહા પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ. શો પર બંનેનો સંબંધ નકકી કરવા પહોચેલા ઉદીત નારાયણે કહ્યું કે અમે અહી આદિત્ય અને નેહાંના લગ્ન કરાવવા આવ્યાં છે. બંનેની જાડી જામી રહી છે. આ દરમ્યાન આદિત્ય સ્ટેજ પર નાચતો જોવા મળ્યો હતો. નેહા ઉપરાંત બંને જજ હિમેશ રેશમિયા અને વિશાલ દદલાનીએ પણ આ અવસરે ખુશી વ્યકત કરી હતી.