Western Times News

Gujarati News

વેલેન્ટાઈન ડે પર મીરાએ બેસ્ટીને શુભેચ્છા પાઠવી

મુંબઈ: ૧૪ ફેબ્રુઆરીએ બોલિવુડના સેલેબ્સે તેમના જીવનસાથી સાથે વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કર્યો. વેલેન્ટાઈન ડેના સેલિબ્રેશનમાં શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત પણ સામેલ થઈ હતી. પરંતુ તેણે આ દિવસ પતિ સાથે નહીં પરંતુ કોઈ અન્યની સાથે સેલિબ્રેટ કર્યો હતો.

વાત એમ છે કે, મીરા રાજપૂતે તેની બેસ્ટી સાથે ગેલેન્ટાઈન સેલિબ્રેટ કર્યો હતો. આ સાથે તેણે બંનેની બે તસવીર પણ શેર કરી હતી. મીરા રાજપૂતે જે બે દિવસ શેર કરી હતી તેમાંથી એક તેમના કોલેજના દિવસો દરમિયાનની હોય તેમ લાગે છે.

જ્યારે બીજી તસવીર મીરા ઝૈન વખતે પ્રેગ્નેન્ટ હતી તે સમયે યોજાયેલા બેબી શાવરની છે. જેમાં તે સેજલ કુકરેજા સાથે જાેવા મળી રહી છે. મીરા ગળે મળતા તેના ગાલ પર કિસ કરી રહી છે. બંનેની ફ્રેન્ડશિપ ઘણી જૂની છે. તસવીરો શેર કરીને શાહિદની પત્ની મીરાએ એક મેસેજ પણ લખ્યો હતો.

મેસેજમાં મીરાએ જણાવ્યું કે, સેજલ તેની સૌથી સારી મિત્ર છે અને જ્યારે પણ તે વિચિત્ર પરિસ્થિતિમાં હોય છે, ત્યારે તેમાંથી નીકળવા માટે સેજલને જ કોલ કરે છે. મીરાએ લખ્યું હતું કે, ‘મારા જીવનની લવર, મારી સૌથી સારી મિત્ર અને વિચિત્ર પરિસ્થિતિઓમાં મારી મદદ કરનારી ગેલેન્ટાઈન ડેની શુભકામનાઓ.

મારી સૌથી મજબૂત લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ તું છે અને મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે આપણે એક વર્ષ બાદ તારા લગ્નમાં મળવાના છીએ. આશા રાખું છું કે, આ મિત્રતા એકસાથે લાંબા સમય સુધી આગળ વધે કારણ કે, કેટલીક બાબતોમાં ક્યારેય ફેરફાર થતો નથી ?? જાે કેટલો સમય પસાર થઈ ગયો, તસવીરની ક્વોલિટી તો જાે. સ્ટાર વાઈફ મીરા રાજપૂતે એક્ટિંગ ઈન્ડસ્ટ્રીમાં કામ ન કર્યું હોય પરંતુ તેની પોપ્યુલારિટી બોલિવુડ એક્ટ્રેસિસ જેટલી જ છે. મીરા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.

જ્યાં તે હેલ્થ, ફિટનેસ અને હેરકેરને લગતી કેટલીક ટ્રિક્સ-ટિપ્સ આપીને ફેન્સને પ્રેરિત કરતી રહે છે. આ સિવાય તે ઘણીવાર શાહિદ કપૂર સાથેની તસવીરો શેર કરીને રિલેશનશિપ ગોલ્સ આપે છે. તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર નજર કરશો તો તેના બંને ક્યૂટ બાળકોના ફોટો પણ જાેવા મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.