વેલેન્ટાઈન ડે પર રાજકોટની શ્રીજી ગૌશાળા દ્રારા ”કાઉ હગીંગ ડે” મનાવાયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/Rajkot-1024x1024.jpeg)
૧૯૦૦ ગૌમાતાના સાનીધ્યમાં ૧૦૦૦ લોકોએ ગૌમાતાને ભેટીને ગૌમાતાનું ૠણ સ્વીકાર કર્યું – વિદેશમાં લોકો રૂપીયા ખર્ચીને કાઉ હગ કરી પોઝીટીવ એનર્જી મેળવે છે.
વેલન્ટાઈન–ડે નિમીતે શ્રીજી ગૌશાળા દ્રારા અનોખી રીતે ઉજવણી કરી ગૌમાતાનું મહત્વ સમજાવ્યું હતું. ”કાઉ હગીંગ ડે” ના અનોખા કન્સેપ્ટ સાથે શ્રીજી ગૌશાળા દ્રારા પશ્ચિમી સંસ્કૃતિના આંધળા વહેણમાં ફસાતી આપણી ભાવી પેઢી ના યુવાઓને ગૌ–સંસ્કૃતિ તરફ વાળવા અને ગાયના ઔષધિય લાભો તરફ પ્રેરીત કરવાના ઉમદા આશય સાથે આ નવા કન્સેપ્ટ સાથેના કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
સમાજને ગાય સાથે જોડવાના આ અભીયાનમાં લોકોને જોડાવવા અપીલ કરાઈ હતી. આ કાર્યક્રમમાં આખો દિવસ ગીર ગૌમાતાને ભેટીને પ્રેમભરી સાત્વીક ઉર્જા મેળવવા ખાસ વ્યવસ્થા સાથે અલ્પાહારનું પણ આયોજન કરાયું હતું. વિદેશમાં ખાસ કરીને યુરોપ અને અમેરીકામાં લોકો ગાયમાંથી પોઝીટીવ એનર્જી રૂપીયા ખર્ચીને મેળવે છે.
આપણી પાસે આર્ય સંસ્કૃતિની ધરોહર ગીર ગાય જે કોરોનાના સંકટકાળમાં પણ સંકટ મોચક ઔષધ સાબીત થઈ છે તે ખૂબ સહજતાથી અને ગામોગામ ઉપલબ્ધ હોય ત્યારે ગૌમાતાનું ધાર્મિકની સાથે સાથે વૈજ્ઞાનીક, આર્થિક, સામાજીક, સાંસ્કૃતિક, તબીબી, આરોગ્ય મુલ્ય પણ આપણે સૌ સમજવું જોઈએ. કોઈ ગૌશાળામાં યોજાયેલ હોય તેવા પ્રકારનો વિશ્વનો વેલેન્ટાઈન ડે નિમીતેનો ” કાઉ હગીંગ ડે” નો આ પ્રકારનો સૌપ્રથમ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરીયા, વિશ્વ હિન્દુ પરીષદના કેન્દ્રીય ઉપાધ્યક્ષ હુકુમચંદ સાંવલાજી, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ડો. જીતેન્દ્રભાઈ અમલાણી, કેતનભાઈ વસા,એનિમલ વેલ્ફેર બોર્ડનાં મિતલભાઈ ખેતાણીખાસ ઉપસ્થિત રહયાં હતાં.આ સમગ્ર આયોજનને શ્રીજી ગૌશાળાના પ્રભુદાસભાઈ તન્ના, રમેશભાઈ ઠકકર, ભુપતભાઈ છાટબાર, જયંતીભાઈ નગદીયા, દિલીપભાઈ સોમૈયા વિગેરેએ જહેમત ઉઠાવી હતી.