વેલ્સપન કંપનીનાં ૪૦૦ કર્મચારીઓનાં વ્હારે આવ્યા વાગરાના ધારાસભ્ય

(પ્રતિનિધિ) ભરૂચ, દહેજ ઔધોગિક વિસ્તારના વડદલા ખાતે આવેલ વેલસ્પન કંપીનાના ૪૦૦ થી વધુ કર્મચારીઓ ની સાગમટે બદલી કરી દેવતા કર્મચારીઓ તે સામે ગેટ બહાર જ છેલ્લા પોણા બે માસ કરતા વધુ સમય થી ધરણા યોજી આંદોલન કરી રહ્યા છે.જેવોની વ્હારે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા આગળ આવી કલેકટરને આવેદનપત્ર પાઠવી સુખદ સમાધાન માટેની રજુઆત કરી છે.
દહેજ ઔદ્યોગિક કામદાર સંઘ અને ગુજરાત કામદાર યુનિયનની નેજા હેઠળ કર્મચારીઓ એ કલેકટર કચેરી ખાતે દેખાવો યોજયા હતા.તેમની વ્હારે ધારાસભ્ય અરુણસિંહ રણા આગળ આવ્યા હતા.વેલસ્પન કંપનીમાં ૨૫-૩૦ વર્ષ થી કાયમી ધોરણે ફરજ બજાવતા જેટલા કાયમી ધોરણે ફરજ બજાવતા કર્મચારીઓ વફાદારી પૂર્વક મહેનત કરી રહ્યા હતા.
ત્યારે તેઓને અંધારામા રાખી કર્મચારીઓની સાગમટે અલગ અલગ જગ્યાએ બદલી કરવામાં આવી હતી.બદલી કરવાના બહાને કંપની બંધ કરવાની મુરાદ રાખેલ હોવાનો કર્મચારીઓ આક્ષેપ કરી રહ્યા છે.તા.૨૩ મી જૂનથી આજદિન સુધી કંપનીના ગેટ પર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે.
તા.૭ મી જુલાઈના રોજ કંપનીના કર્મચારીઓ તેઓના પરિવાર સાથે આત્મ વિલોપન કરવાનું પણ નક્કી કરેલ જે અંગે ભરૂચ જિલ્લા કલેક્ટર,પ્રાંત અધિકારી,મદદનીશ શ્રમ આયુકત કચેરી,મુખ્યમંત્રી,ઉપમુખ્યમંત્રી,શ્રમ આયુકત, નાયબ શ્રમ આયુકત,મદદનીશ શ્રમ આયુકત,જીલ્લા પોલીસ અધિક્ષકને આવેદન પાઠવી તથા રૂબરૂ મુલાકાત કરી દરેક પ્રકારે રજૂઆત કરવામાં આવી હતી.
પરંતુ કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ આ યુનિટ ચલાવવા માંગતા નથી જેથી કંપની માંથી છૂટું થવું જાેઈએ તે કર્મચારીઓને અઢીથી સાડા ત્રણ લાખ વળતર ચૂકવી આપીશું. વાગરા એમ.એલ.એ અરૂણસિંહ રણાએ કામદારોના હિતમાં ર્નિણય આવે તે હેતુસર ફરીથી કલેકટર ઓફિસ પર કર્મચારીઓ સાથે રહી જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતું.