વેસ્ટઇંડીઝ, ઇંગ્લેંડ, બાંગ્લાનો વર્લ્ડકપમાં ભારતને પડકાર
નવી દિલ્હી, ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૧ (ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧) ની શરૂઆત ૧૭ ઓક્ટોબરથી યુએઈમાં યોજાવવાની છે. આ ટૂર્નામેંટ આ વર્ષે ભારતમાં યોજાવવાની હતી, પરંતુ કોરોના વાયરસના કારણે તેને યુએઈમાં શિફ્ટ કરી દેવામાં આવી છે. ભારતને આ વર્ષે ટી-૨૦- વર્લ્ડકપ (ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧) જીતવાની પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહી છે, પરંતુ ૩ ટીમો એવી છે, જે ટીમ ઇન્ડીયાનું ટ્રોફી જીતવાનું સપનું તોડી શકે છે.
ટીમ ઇન્ડીયાનું ટી૨૦ વર્લ્ડકપ (ટી ૨૦ વર્લ્ડકપ ૨૦૨૧) જીતવાનું સપનું જે ૩ ટીમો તોડી શકે છે, તે ટી-૨-ફોર્મેટની સૌથી ખતરનાક ટીમો વેસ્ટઇંડીઝ, ઇંગ્લેંડ અને બાંગ્લાદેશ છે. વેસ્ટઇંડીઝે વર્ષ ૨૦૧૬માં રમાયેલી ગત ગત ટી૨૦ વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાં ભારતને સેમીફાઇનલમાં હરાવીને બહાર કરી દીધી હતી. ૨૦૧૬ની ટી ૨૦ વર્લ્ડકપ (ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧) નો ખિતાબ પણ વેસ્ટઇંડીઝે જીત્યો હતો, જે આ વખતે ડિફેંડિંગ ચેમ્પિયન પણ છે.
હાલની વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેંડની ટીમ આ વર્ષે વર્લ્ડકપમાં ટીમ ઇન્ડીયા માટે સૌથી મોટો ખતરો બનશે. ઇંગ્લિશ ટીમ ટોપ ઓર્ડરથી માંડીને નીચલા ક્રમ સુધી ખતરનાક ખેલાડીઓથી ભરેલી છે. જેસન રોય, જાેની બેયરસ્ટો, ઇયોન મોર્ગન અને જાેસ બટલર મજબૂત બેટ્સમેન છે. તો બીજી તરફ બોલરોમાં પણ તેમની પાસે ચેમ્પિયન ખેલાડી છે. ટી ૨૦ વર્લ્ડકપમાં ભારતીય ટીમને ઇંગ્લેંડથી સાવધાન રહેવું પડશે.
ટી૨૦ ક્રિકેટમાં જાે કોઇ ટીમ હાલના સમયમાં સૌથી સારી છે તો તે વેસ્ટઇંડીઝની ટીમ છે. આ ટીમના બેટ્સમેન અને બોલર તમામ લાંબા શોટ્સ લગાવવામાં સમક્ષ છે. વેસ્ટઇંડીઝની ટીમ દુનિયાની એવી એકમાત્ર ટીમ છે જે કોઇપણ મેચને પલટી શકે છે. વેસ્ટઇંડીઝની ટીમ ગત વખતની ટી૨૦ વર્લ્ડકપ વિજેતા પણ છે અને એટલું જ નહી આ ટ્રોફીને બે વાર જીતનાર વેસ્ટઇંડીઝ દુનિયાની એકમાત્ર ટીમ છે.
તાજેતરમાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે પોતાના પ્રદર્શનથી બધાને આશ્વર્યમાં મુકી દીધા છે. બાંગ્લાદેશએ ઓસ્ટ્રેલિયાની સામે રમાયેલી ૫ ટી ૨૦ મેચોની સીરીઝને ૪-૧ થી પોતાના નામે કરી દીધી છે.
બાંગ્લાદેશની જીત ઐતિહાસિક છે કારણ કે ઓસ્ટ્રેલિયાને દુનિયાની મજબૂત ટીમોમાંથી એક ગણવામાં આવે છે. એટલું જ નહી બાંગ્લાદેશે ન્યૂઝિલેંડ જેવી ટીમને ઘૂંટણીયે ટેકવા મજબૂર કરી દીધી. ન્યૂઝિલેંડ વિરૂદ્ધ ૩ મેચોની ટી ૨૦ સીરીઝ રમી રહેલી બાંગ્લાદેશએ ૨-૦ થી બઢત પ્રાપ્ત કરી છે. આઈસીસી ટી૨૦ વર્લ્ડ કપ નું આયોજન ૧૭ ઓક્ટોબરથી યૂએઇમાં થશે. આ ટૂર્નામેંટમાં ૧૬ ટીમો ભાગ લેશે. જ્યારે આ ટૂર્નામેંટની ફાઇનલનો મુકાબલો ૧૪ નવેમ્બરના રોજ રમાશે.SSS