વેસ્ટર્ન ટાઈમ્સનો પડઘો શિકા ગામમાં સફાઈ ઝુંબેશ શરૂ
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શીકા ગામે ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય હતું. બધું તો ઠીક પણ સમગ્ર શીકા પંથકને આરોગ્યની સેવાઓ પુરી પાડતા શીકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રવેશદ્વાર આગળ જ કાદવ કીચડના મસમોટા ખાબોચિયાં હતાં તો ગામમાં અન્ય જગ્યાની વાત જ શું પુછવી.? ગામમાં ગટરલાઈનનું કામ અધુરું હોવાથી ગંદકીમાં ઉભરાતા પાણીથી વધારો થઈ રહ્યો હતો.
https://westerntimesnews.in/news/70446
ગામના નાગરિકોની વારંવારની રજુઆતો છતાં ગામ પંચાયતના સત્તાધીશોના કાને ગ્રામજનોનો અવાજ પહોંચતો નહોતો. અને આંખ આડા કાન કરતા હતા છેલ્લે ગામજનોએ થાકીને મિડીયાને આશરે આવવું પડ્યું હતું. મંગળવારે શીકા “પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રવેશદ્વાર આગળ જ ગંદકીનું સામ્રાજ્ય” અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ થતા શીકા ગ્રામ પંચાયત અને તાલુકાના ઉચ્ચ અધિકારીઓ તાબડતોડ હરકતમાં આવી જઈ શીકા ગામમાં તાકીદે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી. દિલીપ પુરોહિત. બાયડ