Western Times News

Gujarati News

વેસ્ટર્ન ટાઈમ્સના અહેવાલને સુપ્રીમ કોર્ટનું સમર્થન?!

કેન્દ્ર સરકારે કોઈ જ સમાધાન કર્યા વિના પ્રજા અને ડોક્ટરો ઉપર રસીની પ્રતિકૂળ અસરોનો અહેવાલ જાહેર કરવા આદેશ આપી ફરજિયાત રસીકરણને ગેરબંધારણીય ઠરાવ્યું?!

વેસ્ટર્ન ટાઈમ્સ અખબારે કોરોના વ્યક્તિ ગમે તેટલી કથિત રીતે પ્રજાલક્ષી હોય, કોરોના સામે રક્ષણ આપતી હોય તો પણ એ ફરજિયાત ન હોઈ શકે એવો સૌપ્રથમ અહેવાલ પ્રકાશિત કરેલો. 

તસવીર ભારતની સુપ્રીમ કોર્ટની છે જયારે ડાબી બાજુથી ઈનસેટ તસવીર ભારતની સુપ્રીમ કોર્ટના જસ્ટિસ શ્રી આર. નાગેશ્વર રાવ અને જસ્ટિસ બી.આર.ગવઈની છે તેમણે રસીકરણ અભિયાન સંદર્ભે ગંભીરતાપૂર્વક અવલોકન કરતાં એવું તારણ કાઢ્યું હતું કે રસીકરણ ફરજિયાત કરવાનો ર્નિણય સંતુલિત નથી

અને એવો કોઈ સંતોષજનક ડેટા નથી જે દર્શાવે છે કે કોરોના એ લોકોથી જ ફેલાય છે જેમણે રસી નથી લીધી! કોર્ટે એવી પણ ટકોર કરી છે કે સરકારે વેક્સીનની આડઅસર ના આંકડા જાહેર કરવા જાેઈએ એટલું જ નહીં ન્યાયાધીશોએ એવો પણ માર્મિક દિશા નિર્દેશ આપ્યો હતો કે

‘કેન્દ્ર સરકારે કોઈ સમાધાન કર્યા વગર પ્રજા અને ડોક્ટરો ઉપર પ્રતિકુળ રસીકરણનો અહેવાલ જાહેર કરવો જાેઈએ’! બંધારણની કલમ ૨૧ માં એવું સુનિશ્ચિત કરાયું છે કે ‘‘કાયદાથી પ્રસ્થાપિત કાર્યવાહી અનુસર્યા સિવાય વ્યક્તિને તેના જીવન કે વ્યક્તિ સ્વતંત્ર થી વંચિત કરી શકાશે નહીં’’!!

આથી સુપ્રીમકોર્ટે બંધારણની કલમ ૨૧ ને ધ્યાને લેતા અને જસ્ટીસ શ્રી એલ.એ નાગેશ્વર રાવ અને જસ્ટીસ શ્રી બી.આર ગવાઈને ખંડપીઠે કોરોના રસી લેવા કોઇને તેની ઈચ્છા વિરુદ્ધ ફરજ પાડી શકાય નહીં કારણ કે દરેકના જીવન પર – શરીર પર તેનો વ્યક્તિગત અધિકાર છે!

ત્યારબાદ સુપ્રીમકોર્ટે બંધારણની કલમ ૨૧ નું અર્થઘટન કરતા વ્યક્તિની અંતર્ગત ગુપ્તતાના અધિકારની મૂળભૂત અધિકાર નો દરજ્જાે ‘લેન્ડ ઓફ લો’બન્યા પછી વ્યક્તિએ પોતાનું જીવન કેવી રીતે જીવવું એ નક્કી કરવાનો અધિકાર પણ મળી જતા કોઈપણ સરકાર કોઈ વ્યક્તિને કોરોનાની રસી ફરજીયાત રીતે લેવાની ફરજ પાડી શકશે નહીં! (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા ઝેબા દ્વારા)

બંધારણની કલમ ૨૧ સુનિશ્ચિત કર્યું છે કે ‘‘કાયદાથી પ્રસ્થાપિત કાર્યવાહી કર્યા સિવાય વ્યક્તિને તેના જીવન અને વ્યક્તિસ્વાતંત્ર્ય થી વંચિત કરી શકાશે નહીં’’!! જસ્ટીસ શ્રી આર. નાગેશ્વર રાવ અને જસ્ટીસ શ્રી બી આર ગવઈ!!

મહાન વૈજ્ઞાનિક સર જેમ્સજીને કહ્યું છે કે વૃદ્ધ થવા સિવાયની બીજી કોઈ પ્રગતિ કે ‘મૃત્યુ’ સિવાયનો બીજાે કોઈ અંત વિજ્ઞાન જણાતું નથી’’!! ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિક લીઝ મેઈનટનરે કહ્યું છે કે ‘‘સત્ય સુધી નિશ્વાર્થ પણે એ કેવી રીતે પહોંચવું એ વિજ્ઞાન શીખવે છે એ શીખવે છે કે વાસ્તવિકતાનો સ્વીકાર કેવી રીતે કરવો’’!!

વેસ્ટર્ન ટાઈમ્સ અખબારે કોરોના વ્યક્તિ ગમે તેટલી કથિત રીતે પ્રજાલક્ષી હોય, કોરોના સામે રક્ષણ આપતી હોય તો પણ એ ફરજિયાત ન હોઈ શકે એવો સૌપ્રથમ અહેવાલ પ્રકાશિત કરેલો અને વેક્સીન લીધા બાદ એક યુવતીની કથિત રીતે આડઅસરને લઈ મૃત્યુ થયાનો આક્ષેપ થયો, ત્યારે વેસ્ટર્ન ટાઈમ્સે તેના કવરેજમાં નોંધ્યું હતું કે ‘‘બંધારણની કલમ ૨૧ એ માનવીને વ્યક્તિ સ્વતંત્ર આપે છે એવા સમયમાં માનવી અન્ય કોઈ ઉપચારથી કોરોના થી બચવા માંગતો હોય તો તેને કોરોના વેક્સીન લેવાની ફરજ ન પાડી શકાય તેનું સમર્થન કરતો સુપ્રીમ કોર્ટના જસ્ટીસ શ્રી એલ.નાગેશ્વર રાવ અને જસ્ટીસ શ્રી બી.આર.ગવઈ એક ચુકાદામાં કોરોના વેક્સીન લેવા કોઈને મજબૂર કરી ન શકાય એવો મહત્ત્વનો ચુકાદો આપ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.