Western Times News

Gujarati News

વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર ક્રિકેટર ડેવિડ હોલફોર્ડનું નિધન

બારબાડોસ, વેસ્ટ ઈન્ડિઝે ક્રિકેટને એકથી એક ચડિયાતા ઓલરાઉન્ડર આપ્યા છે તેમાંથી એક નામ ડેવિડ હોલફોર્ડનું પણ હતું. ડેવિડ હોલફોર્ડનું ૮૨ વર્ષની ઉંમરમા બારબાડોસમાં અવસાન થઈ ગયું છે. હોલફોર્ડ લાંબા સમયથી બીમાર હતા. હોલફોર્ડ એક સ્પિન ઓલરાઉન્ડર હતા. તેઓ લેગ સ્પિન કરવા ઉપરાંત લોઅર મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતા હતા.

હોલફોર્ડ ૧૯૬૬થી ૧૯૭૭ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ માટે ૨૪ ટેસ્ટ રમ્યા હતા અને તેમાં ૫૧ વિકેટ લેવા ઉપરાંત ૭૬૮ રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે બોલિંગમાં જે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું તે ૧૯૭૫માં ભારત સામે રમાયેલી બાર્બાડોસ ટેસ્ટમાં જાેવા મળ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝનું પ્રતિનિધિત્વ કરવા ઉપરાંત તેમણે ૧૯૭૦ના દાયકામાં બાર્બાડોસની કેપ્ટનશીપ પણ કરી હતી અને તેમણે ૫ શેલ શીલ્ડ ખિતાબ પણ જીતાડ્યા હતા.

આ ઉપરાંત તેમણે ત્રિનિદાદ અને ટોબૈગોની કમાન પણ સંભાળી હતી. હોલફોર્ડ પહેલા ક્રિકેટર હતા તેમણે શીલ્ડ ટૂર્નામેન્ટમાં ૧૦૦૦ રન અને ૧૦૦ વિકેટ લીધી હતી. તેઓ ૧૯૭૮માં કેરી પેકર સિરીઝમાં પણ રમતા જાેવા મળ્યા હતા. તેમણે વર્ષ ૧૯૬૬માં ઈંગ્લેન્ડના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાનમાં ઓલરાઉન્ડર તરીકે બેટ વડે તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું, જ્યાં તેણે ગેરી સોબર્સ સાથે ૧૨૭ રનની પાર્ટનરશીપ કરી હતી.

ત્યારબાદ લોર્ડ્‌સમાં રમાયેલી બીજી ટેસ્ટમાં તેમણે ૧૦૫ રન બનાવીને મેચ બચાવી લીધી હતી.બોલ સાથે હોલફોર્ડનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ભારત સામે ત્યારે આવ્યું જ્યારે તેમણે ૧૯૭૫માં રમાયેલી બાર્બાડોસ ટેસ્ટમાં ૨૩ રનમાં ૫ વિકેટ લીધી હતી. તેના શાનદાર પ્રદર્શનના આધારે વેસ્ટ ઈન્ડિઝે ભારતને ઈનિંગ્સ અને ૯૭ રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝ માટે ક્રિકેટ રમવા ઉપરાંત તેઓ આગળ જતા તેના સિલેક્શન પેનલના ચેરમેન પણ બન્યા હતા.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.