વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી૨૦માં ભારત ફેરફારો કરી શકે છે
કોલકત્તા , ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે શુક્રવાર ૧૮ ફેબ્રુઆરીએ ત્રણ મેચોની ટી૨૦ સિરીઝનો બીજાે મુકાબલો રમાશે. ભારતે પ્રથમ મેચમાં ૬ વિકેટે જીત મેળવી સિરીઝમાં ૧-૦ની સરસાઈ મેળવી લીધી છે. ભારત જાે બીજી ટી૨૦ મેચ જીતી લે તો સિરીઝ પર કબજાે કરી લેશે.
બીજી ટી૨૦ મેચ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં મોટા ફેરફાર થઈ શકે છે. આવો નજર કરીએ આવતીકાલે રમાનારી બીજી ટી૨૦ મેચમાં ભારત કઈ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરશે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બીજી ટી૨૦ મેચમાં કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશનની ઓપનિંગ જાેડીનું ઉતરવાનું નક્કી છે. કેએલ રાહુલ બહાર છે, તેવામાં ટીમ ઈન્ડિયા પાસે અન્ય વિકલ્પ ઋતુરાજ ગાયકવાડ છે.
પરંતુ રોહિત શર્મા બીજી મેચમાં ઈશાન કિશનને વધુ એક તક આપશે. તો વિરાટ કોહલી ત્રીજા ક્રમે બેટિંગ કરશે. ત્યારબાદ વિકેટકીપર-બેટર રિષભ પંત ચોથા ક્રમે બેટિંગ કરશે. નંબર પાંચ પર સૂર્યકુમાર યાદવ રહેશે. તેવામાં સ્પિન ઓલરાઉન્ડર દીપક હુડ્ડાને બીજી ટી૨૦ મેચમાં તક મળી શકે છે. દીપક હુડ્ડા વેંકટેશ અય્યરની જગ્યા લઈ શકે છે. રવિ બિશ્નોઈની સાથે કુલદીપ યાદવને તક આપવામાં આવી શકે છે.
રોહિત શર્મા યુજવેન્દ્ર ચહલને આરામ આપી શકે છે. ચહલ પ્રથમ ટી૨૦ મેચમાં માત્ર એક વિકેટ લઈ શક્યો હતો. તેવામાં ટીમ કુલદીપને તક આપી શકે છે. ફાસ્ટ બોલિંગ વિભાગની કમાન ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર અને હર્ષલ પટેલ સંભાળશે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બીજી ટી૨૦ મેચમાં આ હોઈ શકે છે.
ભારતની પ્લેઇંગ ૧૧ -ઈશાન કિશન, રોહિત શર્મા, વિરાટ કોહલી,રિષભ પંત,સૂર્યકુમાર યાદવ,દીપક હુડ્ડા,કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ,દીપક ચાહર, હર્ષલ પટેલ,ભુવનેશ્વર કુમાર. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટી૨૦ મેચ ૧૮ ફેબ્રુઆરીએ તો ત્રીજી અને અંતિમ ટી૨૦ મેચ ૨૦ ફેબ્રુઆરીએ રમાશે.SSS