વૈજ્ઞાનિકોએ કોરોનાની ‘સુપર વેક્સીન’ બનાવવાનો દાવો કર્યો
નવી દિલ્હી : દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ સંક્રમણને માત આપવા માટે વૈજ્ઞાનિકો યુદ્ધસ્તર પર શોધ કરી રહ્યા છે. વૈજ્ઞાનિક સ્તર પર તેની વેક્સીન (Coronavirus Vaccine)અને દવા વિકસિત કરવાનું કામ ચાલી રહ્યું છે.
ઘણી વેક્સીન વિશ્વમાં પરીક્ષણોમાંથી પસાર થઈ રહી છે. આ દરમિયાન અમેરિકાના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસની દમદાર વેક્સીન બનાવવાનો દાવો પણ કર્યો છે. તેમના મતે તેનો ઉપયોગ જાનવરો પર થઈ ચૂક્યો છે.
આ વેક્સીન બનાવવાનો દાવો કરનાર શોધકર્તાઓમાં યૂનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના શોધકર્તા પણ સામેલ છે. તેમનો દાવો છે કે આ વેક્સીન લોકોના શરીરમાં કોરોના વાયરસથી લડવા માટે ઘણી વધારે એન્ટીબોડી બનાવે છે. આ વેક્સીનને નેનો પાર્ટિકલ્સ (અતિ સુક્ષ્મકણ)થી બનાવવામાં આવી છે. આ વેક્સીનનું જાનવરો પર સફળ પરીક્ષણ થઈ ગયું છે.
પરીક્ષણમાં સાબિત થયું છે કે વેક્સીન ઉંદરોમાં કોરોનાથી રિકવર થઈ ચૂકેલા લોકોની સરખામણીમાં ઘણી વધારે ન્યૂટ્રલાઇઝિંગ એન્ટીબોડી વિકસિત કરવામાં સફળ છે. આ શોધને સેલ નામના જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી છે.
તેમના મતે ઉંદરોમાં વેક્સીનની ડોઝ 6 ગણી ઓછી કરવા છતા પણ 10 ગણી વધારે ન્યૂટ્રલાઇઝિંગ એન્ટીબોડી ઉત્પન થઈ હતી. આ સિવાય વેકસીને શક્તિશાળી B સેલ ઇમ્યૂન રેસ્પોન્સ પણ બતાવ્યું છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આ વેક્સીન લાંબા સમય સુધી કારગર રહેશે.
શોધકર્તાના મતે આ વેક્સીનનું પરીક્ષણ વાંદરા ઉપર પણ કરવામાં આવ્યું હતું. જ્યારે તેને વેક્સીન આપવામાં આવી તો તેના શરીરમાં બનેલી એન્ટીબોડીએ કોરોના વાયરસના સ્પાઇક પ્રોટીન પર ઘણા પ્રકારના હુમલા કર્યા હતા. તમને જણાવી દઈએ કે સ્પાઇક પ્રોટીન દ્વારા જ વાયરસ વ્યક્તિના કોશિકામાં પ્રવેશ કરે છે.