વૈજ્ઞાનિકોએ ‘મિની મૂન’ શોધ્યો: 1 ડિસેમ્બરે ધરતી પાસેથી પસાર થશે
અંતરીક્ષ રહસ્યોથી ભરેલું પડ્યું છે. અને હંમેશા અંતરીક્ષમાંથી આપણને નીતનવી જાણકારી મળતી રહે છે. આવું જ કંઇક અનોખું વૈજ્ઞાનિકોએ હાલમાં જ શોધી નીકાળ્યું છે. આ નવી શોધ છે મિની મૂનની. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આ મિની મૂન હવે થોડા દિવસમાં પૃથ્વીની પાસેથી પસાર થશે.
વૈજ્ઞાનિકોએ મિની મૂનને સપ્ટેમ્બરમાં જ પૃથ્વીની પાસે આવતો જોયો હતો. તે સમયે વૈજ્ઞાનિકોને લાગ્યું હતું કે તે ક્યારેય પણ તેનો રસ્તો ભટકી શકે છે. જો કે હવે આ નાના ચાંદે હિલ સ્ફેયર એરિયામાં પ્રવેશ કર્યો છે. વૈજ્ઞાનિકો મુજબ આ નાનો ચાંદ 1 ડિસેમ્બરે ધરધીની ખૂબ જ પાસેથી પસાર થશે.
વૈજ્ઞાનિકો મુજબ એક ટીમ આ મિની મૂનની 17 સપ્ટેમ્બરના પૈનોરમિક સર્વે ટેલિસ્કોપ એન્ડ રેપિડ રિસ્પોન્સ સિસ્ટમ 1થી જોઇ રહ્યું છે. આ વખતે પાઇસેસ અને સેટસ નક્ષત્રોની તે વચ્ચે હતો. આ સમયે મિની મૂનની વિષે તેવું માનવામાં આવતું હતું કે તે પોતાની દિશા બદલશે પણ તેવું ના થયું.
મિની મૂન વિષે મળતી જાણકારી મુજબ માઇનર પ્લેનેટ સેન્ટર આ પહેલા આને એક એસ્ટેરોઇડ સમજી રહ્યું હતું. જો કે પાછળથી વૈજ્ઞાનિકોએ વધુ જાણકારી નીકાળતા ખબર પડી કે પૃથ્વી થોડા સમય માટે પોતાના માટે મિની મૂન લઇને આવી રહી છે. વૈજ્ઞાનિકોએ આ મિની મૂનને 2020SO નામ આપ્યું છે.
વૈજ્ઞાનિકો મુજબ પૃથ્વી તરફ ઝડપથી આવી રહેલા આ મિની મૂનને 8 નવેમ્બર સુધી પૃથ્વીના હિલ સ્ફેયર એરિયામાં પ્રવેશ કરશે. તમને જણાવી દઇએ કે હિલ સ્ફેયર એરિયામાં આવ્યા પછી તેને ધરતીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. હિલ સ્ફેયર ધરતીથી 30 લાખ કિલોમીટર દૂર સ્થિત થે. વૈજ્ઞાનિકો મુજબ 1 ડિસેમ્બરે આ મિની મૂન પૃથ્વીની ખૂબ જ નજીક હશે.