વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધારતા કહ્યું, ભારત તમારી સાથે છે : મોદીનું સંબોધન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/09/modi_2.jpg)
પીએમે કહ્યું કે હું ગઇકાલે રાત્રે તમારી મનોસ્થિતિને સમજી રહ્યો હતો, તેમના ચહેરા પર ઉદાસી હું વાંચી શકતો હતો. આથી હું તમારી વચ્ચે વધુ સમય રહી શકયો નહીં. છતાંય મારું મન કરતું હતું કે સવારે તમને બોલાવું અને તમારી સાથે વાત કરું. આ મિશનની સાથે જોડાયેલ દરેક વ્યક્તિ એક અલગ અવસ્થામાં હતું. બહુ જ બધા પ્રશ્નો હતો. મોટી સફળતાની સાથે આગળ વધો છો, અચાનક બધું જ બદલાઇ જાય છે. હું પણ આ પલને તમારી સાથે જીવ્યો.
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/09/Modi-Isro-1024x378.jpg)
પીએમે કહ્યું કે હવે કયારેય સાહિત્યમાં આજની ઘટનાનો ઉલ્લેખ થશે તો એ જ કહેવાશે કે આપણા ચંદ્રનું એટલું રોમેન્ટિક વર્ણન થયું કે ચંદ્રમા પણ ચંદ્રયાનને ગળે લગાવવા દોડી પડ્યું. પીએમે કહ્યું કે ચંદ્રમાના આગોશમાં લેવાનું સંકલ્પ આજે મજબૂત થયો છે. છેલ્લાં કેટલાંક કલાકોથી આખો દેશ જાગી રહ્યો છે. આપણે આપણા દેશના વૈજ્ઞાનિકોની સાથે ઉભા હતા. આપણે ચાંદની ખૂબ જ નજીક આવ્યા પરંતુ આપણે હજુ વધુ આગળ વધવાનું છે. આપણને આપણા વૈજ્ઞાનિકો અને સ્પેસ પ્રોગ્રામ પર ગર્વ છે.
The best is yet to come: PM Modi to ISRO scientists
Read @ANI Story | https://t.co/G7tiOWF19p pic.twitter.com/IGiFagvv9D
— ANI Digital (@ani_digital) September 7, 2019
પીએમે કહ્યું કે અમને પૂરો વિશ્વાસ છે કે જ્યારે સ્પેસની વાત હોય છે તો ‘ધ બેસ્ટ યે ટુ કમ’ (હજુ તો સૌથી સારું થવાનું બાકી છે.) ભારત તમારી સાથે છે. તમે એવા લોકો છે જેમણે દેશના વિકાસમાં મોટું યોગદાન આપ્યું છે. તમે દેશને હસવાની કેટલીય તક આપી છે.
પીએમ મોદીએ કહ્યું કે મેં જોઇ રહ્યો હતો ત્યારબાદ પણ તમને લાગી રહ્યું હતું કે કંઇક તો થશે. કારણ કે તેની પાછળ તમારો પરિશ્રમ હતો. પીએમે કહ્યું કે આ મિશનમાં ભલે થોડીક રૂકાવટ આવી હોય, પરંતુ આનાથી આપણો હોંસલો નબળો પડ્યો નથી. પરંતુ મજબૂત થયો છે. ભલે છેલ્લાં પગલાં પર રૂકાવટ આવી હોય, પરંતુ આપણે ડગયા નથી.
પીએમે કહ્યું કે તમે લોકો માખણ પર નહીં પથ્થર પર લકીર બનાવનારા લોકો છો. તમે એટલા નજીક આવી ગયા, જેટલા જઇ શકતા હતા. હું સ્પેસ સાયન્ટિસ્ટના પરિવારોને પણ સલામ કરું છું. તેમનું મૌન પરંતુ મજબૂત સમર્થનથી આપણે અહીં સુધી પહોંચી શકયા છીએ.
પીએમે કહ્યું કે આપણા હજારો વર્ષના ઇતિહાસમાં આપણે કેટલીય વખત હાર્યા પરંતુ આપણે આપણું સાહસ છોડયું નથી. આથી આપણી સભ્યતા હંમેશા આગળ વધી. હું ગર્વથી કહી શકું છું કે આ યાત્રા અને કોશિષ સફળ હતી. આવતીકાલ સોનેરી હશી. પરિણામોથી નિરાશ થયા વગર આગળ વધવું આપણી પરંપરા અને સંસ્કાર પણ રહ્યા છે. ઇસરો પણ કયારેય હાર ના માનનાર સંસ્કૃતિનું જીવતું જાગતું ઉદાહરણ છે. જો શરૂઆતની મુશ્કેલીઓથી આપણે હારી જઇએ તો ઇસરો અહી સુધી પહોંચી જ શકયું ના હોત