વૈદિક હોળી પ્રગટાવવા સદવિચાર પરિવાર દ્વારા કીટ તૈયાર કરાઈ
અમદાવાદ, આપણાં શાસ્ત્રો અનુસાર શિયાળો અને ઉનાળો ઋતુ સંધી સમયે પ્રદુષિત વાતાવરણ શુદ્ધ કરવાના હેતુથી ગાયના ગોબરના છાણાનો પરંપરાગત રીતે વપરાશ થતો હતો અને તેમાં ગાયના ઘી અને અન્ય જડીબુટ્ટીઓનો ઉપયોગ કરી હોળી પ્રગટાવવામાં આવતી હતી.
આજે અનેક પ્રકારની વસ્તુઓ બાળીને હોળી પ્રગટાવવામાં આવે છે, તેના બદલે શાસ્ત્રોક્ત રીતે હોળી પ્રગટાવી પ્રદુષણ દૂર કરવા નીવા ફાઉન્ડેશન, અમદાવાદ અને
તેની સાથે સંકળાયેલી ગૌશાળાઓ તરફથી સદ્વિચાર પરિવાર, ઈસરો રોડ, રામદેવનગર ચાર રસ્તા, જાધપુર ટેકરા, અમદાવાદમાં ગાયના ગોબરના છાણાઓ ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરેલી છે. હોળી ઉજવવા માંગતા હોય તેમણે શ્રી મનિષ નસીતનો મો.નં. ૭૮૦૨૯ ૨૯૩૬૦/૯૩૨૭૭૦૨૬૮૦ પર સંપર્ક કરી ઓર્ડર આપી શકાશે.
વૈદિક હોળી માટે સમાવિષ્ટ વસ્તુઓ જેમાં (૧) ગાયનું છાણ ૨૦૦ કિલો (૨) ગાયનું વલોણાનું ઘી ૫૦૦ ગ્રામ (૩) ભીમસેન કપુર ૨૫૦ ગ્રામ (૪ હવન સામગ્રી ૫ કિલો (૫) નવગ્રહ ઔષધી ૫ કિલો (૬)સાત ધાન ૫ કિલો (૭) શ્રીફળ ૨ નંગ (૮)માટલું ૧ નંગ, એમ કુલ મળીને આખી કીટની કિંમત ૫૦૦૦ રૂપિયા થાય છે.