વૈવાહિક દુષ્કર્મના મામલામાં આરોપીને પ્રથમ દ્રષ્ટિએ સજા થવી જોઈએ: હાઇકોર્ટ
નવીદિલ્હી, હાઈકોર્ટે કહ્યું કે, વૈવાહિક બળાત્કારના મામલામાં દોષિતોને પ્રથમ દૃષ્ટિએ સજા મળવી જાેઈએ, એમાં કોઈ શંકાને સ્થાન ન હોવું જાેઈએ. મહિલાઓની જાતીય સ્વાયત્તતા, શારીરિક અખંડિતતાને ના કહેવાના અધિકાર સાથે સમાધાન કરી શકાય નહીં. ભારતમાં વૈવાહિક બળાત્કારને ગુનાહિત બનાવવાની માંગ કરતી અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે આ અવલોકન કર્યું હતું.
સુનાવણી દરમિયાન, બેન્ચ અરજદારની દલીલ સાથે અસંમત હતી કે યુકે, યુએસ, નેપાળ વગેરે જેવી અદાલતોએ આવી જાેગવાઈને ફગાવી દીધી છે. ખંડપીઠે કહ્યું કે અમે કોઈપણ જાેગવાઈને માત્ર એટલા માટે અલગ રાખી શકીએ નહીં કારણ કે અન્ય દેશો અને અધિકારક્ષેત્રોમાં તે દેશની અદાલત દ્વારા તેને ફગાવી દેવામાં આવી છે. જસ્ટિસ સી હરિ શંકર અને રાજીવ શકધરની ખંડપીઠે કહ્યું કે પ્રશ્ન એ નથી કે શું વૈવાહિક બળાત્કારના કેસમાં આરોપીને સજા થવી જાેઈએ, પરંતુ શું આવી સ્થિતિમાં વ્યક્તિને બળાત્કાર માટે દોષિત ઠેરવવો જાેઈએ.
પીઠે ધારા ૩૭૫ આઇપીસીના અપવાદનો હવાલો આપ્યો જેમાં એક પતિ અને પત્ની વચ્ચે શારીરિક સબંધને દુષ્કર્મ અપરાધ માંથી છુટ્ટી આપવામાં આવી છે. કોર્ટે કહ્યું કે જે મામલામાં પક્ષકાર વિવાહિત છે અને જ્યાં લગ્ન થયા નથી એવા મામલામાં ગુણાત્મક અંતર છે.પીઠે કહ્યું જાે વિધાયિકાને લાગે છે કે જ્યાં પાર્ટીઓના લગ્ન થયા છે, એનાથી દુષ્કર્મના રુપમાં વર્ગીકરણ નહિ કરવું જાેઈએ તો એને દુષ્કર્મની શ્રેણીમાં રહેવું જાેઈએ નહિ.
જસ્ટિસ સી હરિ શંકરે કહ્યું કે વર્તમાન મુદ્દો એ છે કે શું કલમ ૩૭૫ હેઠળના અપવાદને દૂર કરવો જાેઈએ. ભારતમાં વૈવાહિક બળાત્કારનો કોઈ ખ્યાલ નથી. ધારા ૩૭૫ સિવાય પક્ષકારો પરણેલા હોય તેવી સ્થિતિ વિધાનસભાએ સર્જી છે. આપણે જાેવું પડશે કે આ અપવાદને દૂર કરવા માટે કોઈ કેસ બનાવવામાં આવે છે કે કેમ. તેમજ જાેગવાઈને ગેરબંધારણીય ગણવી કે નહી તે પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો. આ અંગે સુપ્રીમ કોર્ટના સિદ્ધાંતો પહેલેથી જ સ્થાપિત છે.
બેન્ચે જણાવ્યું હતું કે, યુકે, યુએસ અને અન્ય વિવિધ અદાલતોના અગાઉના ચુકાદાઓનો ઉલ્લેખ કરવાને બદલે, આપણે આદર્શ પરિસ્થિતિઓ જણાવવી જાેઈએ જેમાં જાેગવાઈને રદ કરવામાં આવે. બેન્ચે યુકે, યુએસ, નેપાળ અને અન્ય વિવિધ અદાલતોના અગાઉના ર્નિણયો અંગે અરજદારો દ્વારા કરાયેલી રજૂઆતોને અપ્રસ્તુત ગણાવી હતી.
ખંડપીઠે કહ્યું કે તેની કેટલીક પ્રેરક કિંમત હોઈ શકે છે પરંતુ અમે કોઈ જાેગવાઈને માત્ર એટલા માટે બાજુ પર રાખી શકીએ નહીં કારણ કે તે અન્ય દેશો અને અધિકારક્ષેત્રોમાં તે દેશની અદાલત દ્વારા ફગાવી દેવામાં આવી છે. હાઈકોર્ટે કહ્યું છે કે આપણી પાસે આપણું પોતાનું ન્યાયશાસ્ત્ર છે, આપણી પોતાની કાનૂની વ્યવસ્થા છે, આપણું પોતાનું બંધારણ છે અને સુસ્થાપિત સિદ્ધાંતો છે.HS