વૈશાખી પૂનમે ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે માઈ ભક્તો ઉમટયા

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે આજે વૈશાખી પૂનમના દિવસે મોટી સંખ્યામાં માઇ ભક્તો દર્શન કરવા ઉમટયા હતા. ધોમ ધખતા ઉનાળામાં ૪૧ ડિગ્રી જેવી ગરમીમાં પણ અંબિકા માતાજી મંદિરમાં આસ્થા ધરાવનાર હજારો માઈ ભક્તો ગરમીના કારણે વહેલી સવારથી જ મા અંબાના દર્શને મોટી સંખ્યામાં આવી ગયા હતા.
જે બપોરે ગરમી વધતા શ્રદ્ધાળુઓમાં ઓટ આવી હતી. અને સાંજે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરતા ફરીથી માઈ ભક્તો ટોળેટોળા આવી મા અંબાના દર્શન કરી કર્યા હતા.