વૈશ્વિકરણની સાથે આર્ત્મનિભરતા પણ ખુબ જરૂરી છે: નરેન્દ્ર મોદી
બદલાતા વિશ્વમાં ટેક્નોલોજીનું ખૂબજ મહત્વ, વિદ્યાર્થીઓને શિખવાની તક ઝડપી લેવા આહવાન: સમાજને આગળ લઇ જવા ટેકનોલોજી ઉપયોગી
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરંસિગ દ્વારા ભારતીય ટેક્નોલોજી સંસ્થાન (આઈઆઈટી)નાં ૫૧ના દિક્ષાંત સમારોહમાં શનિવારે ભાગ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કોરોના વાયરસ મહામારી વચ્ચે વર્તમાન પરિસ્થિતિમાં ટેક્નોલોજીની મહત્વની ભૂમિકા છે. મહામારીના કારણે અનેક બાબતોમાં પરિવર્તન આવ્યા છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે, કોરોના મહામારીએ દુનિયાને એક વાત શિખવી દીધી છે. વૈશ્વિકીકરણ મહત્વપૂર્ણ છે પણ સાથો સાથ આર્ત્મનિભરતા પણ એટલી જ જરૂરી છે. વડાપ્રધાન મોદીએ આજે આઈઆઈટી દિલ્હીના ૫૧મા દીક્ષાંત સમારોહમાં કહ્યું હતું કે, કોરોનાકાળ બાદ દુનિયા બદલાવવા જઈ રહી છે અને તેમાં ટેક્નોલોજીની મોટી ભૂમિકા હશે. વિદ્યાર્થીઓ પાસે આજે ટેક્નોલોજી શીખવાની તક છે. કૃષિ અને સ્પેસ ક્ષેત્રમાં પણ નવી સંભાવનાઓ સામે આવી રહી છે. તેનો હેતુ સમાજને આગળ લઇ જવા અને તેની ભલાઇ થવી જોઇએ.
વડાપ્રધાને કહ્યું હતું કે, કોરોનાએ દુનિયાને વધુ એક વાત શિખવાડી છે ગ્લોબલાઇજેશન. ગ્લોબલાઇજેશન દુનિયા માટે મહત્વનુ છે. પરંતુ તેની સાથે-સાથે આર્ત્મનિભરતા પણ એટલી જ જરૂરી છે. આર્ત્મનિભર ભારત અભિયાનની સફળતા માટે આ ખૂબ મોટી તાકાત છે.
વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, તમે જ્યારે અહીંથી જશો તો તમારે પણ નવા મંત્રને લઇને કામ કરવું પડશે. તમે અહીંથી જશો તો તમારો એક મંત્ર હોવો જોઇએ- ફોસ ઓન ક્વોલિટી, નેવર કોમ્પ્રોમાઇઝ, ઇંશ્યોર સ્કેલેબિલિટી મેક યોર ઇનોવેશન વર્ક એટ એ માસ સ્કેલ, ઇંશ્યોર રિયાબિલિટી, બિલ્ટ લોન્ગ ટર્મ ટ્રસ્ટ ઇન ધ માર્કેટ, બ્રિંગ ઇન એડાપ્ટેબિલિટી, બી ઓપન ટૂ ચેંજ એન્ડ એક્સપેક્ટ અનર્ટેનિટી વે ઓફ લાઇફ.’ તેમણે કહ્યું હતું કે, જો તમે આ મૂળમંત્રો પર કામ કરશો તો તેની ચમક બ્રાંડ ઇન્ડીયામાં પણ છલકાશે.
પીએમ મોદીએ કહ્યું હતું કે, બે દિવસ પહેલાં જ બીપીઓ સેક્ટરના વ્યાપાર કરવામાં સરળતા માટે પણ એક મોટું રિફોર્મ કરવામાં આવ્યું છે. એવી જોગવાઇ જે ટેક ઇંડસ્ટ્રીને વર્ક ફ્રોમ હોમ અથવા પછી ગમે ત્યાં કામ કરવા જેવી સુવિધાઓથી રોકતા હતા હવે તેને પણ દૂર કરવામાં આવી છે. આ દેશના આઇટી સેક્ટરને વિશ્વ સ્તરપર પ્રતિયોગી બનાવશે અને તમારા જેવા યુવા પ્રતિભાઓને વધુ તકો આપશે.SSS