વૈશ્વિક અસરો અને સ્થાનિક સમસ્યાઓને કારણે એક્સપોર્ટમાં 5 વર્ષ પાછળ ગયો ડાયમંડ ઉદ્યોગ
ડાયમંડ ઉદ્યોગની મંદી સુરતના SEZમાંથી થતી નિકાસને નડી ગઈ-સેઝનો ગ્રાફ એક જ ઝાટકે પાંચ વર્ષ પાછળ જતો રહ્યો છે.
સુરત, સુરત નજીક સચિનમાંમાં સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (સેઝ)માંથી થતી નિકાસને હીરા ઉદ્યોગની મંદી નડી ગઈ છે. વૈશ્વિક અસરો અને સ્થાનિક સમસ્યાઓને કારણે સેઝમાંથી થતી નિકાસમાં સુરત પાંચ વર્ષ પાછળ જતું રહ્યું છે. ગત નાણાંકીય વર્ષ ર૦રર-ર૩માં ર૮ હજાર કરોડની નિકાસ થઈ હતી
તે છેલ્લા નાણાંકીય વર્ષ ર૦ર૩-ર૪માં માંડ ૧પ,૪પપ કરોડે પહોંચી હોવાનું નોંધાયું છે. રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સ્થિતિ અને સૌથી મોટો આયાતકાર અમેરિકામાં મંદીનો માહોલ જવાબદાર હોવાનું ડાયમંડ ઉદ્યોગ જણાવી રહ્યો છે.
સુરતના સેઝમાં ચાલતા યુનિટોમાં સૌથી વધુ યુનિટ ડાયમંડ એન્ડ જેમ જ્વેલરીનું છે. આ યુનિટ સેઝમાંથી ૯પ ટકા એકસપોર્ટ ડાયમંડ અને જ્વેલરીનું કરે છે. પાંચ વર્ષથી સેઝના એકસપોર્ટમાં દર વર્ષે રેકોર્ડ બ્રેક વધારો થઈ રહ્યો હતો. જો કે, આ વખતે જે એકસપોર્ટ નોંધાયું છે. તેમાં મોટું ગાબડું પડયું છે. સેઝનો ગ્રાફ એક જ ઝાટકે પાંચ વર્ષ પાછળ જતો રહ્યો છે.
આગામી વર્ષે આ આંકડા સુધરે તેવી આશા સેવાઈ રહી છે. પરંતુ હાલમાં એકસપોર્ટના આંકડા ઘટયા છે તેની પાછળ વૈશ્વિક મંદી, ડાયમંડ અને જેવેલરીની ઓછી ડિમાન્ડ ઉપરાંત સેઝમાં ચાલતા કેટલાક યુનિટોનું બંધ થવું આ તમામ બાબતો અસર કરે છે. સુરત સેઝમાં એન્જિનિયરીંગ, લેસર ટેકનોલોજી, મેડિકલ ઈÂક્વપમેન્ટ, ફાર્મા કેમિકલ, પ્લાસ્ટિક-રબર કંપની, ટેકસટાઈલ, ટોબેકો તેમજ નો કન્વેનશનલ એનર્જીના યુનિટો પણ આવ્યા છે.
ડાયમંડ અને જ્વેલરીના એકસપોર્ટમાં બમ્પર ઘટાડો નોંધાયો છે. અલબત્ત બાકીની ઈન્ડસ્ટ્રીના યુનિટોના એકસપોર્ટમાં વધારો થયો છે. એન્જિનિયરીંગ, ટેકસટાઈલ, ફાર્મા કેમિકલ સહિતના યુનિટોના નિકાસમાં વધારો થયો છે. પરંતુ આ આંકડો ડાયમંડ અને જેમ જ્વેલરીના એકસપોર્ટ સામે ખૂબ જ ઓછો છે. આ વખતે પાછલા ચાર વર્ષની સરખામણીમાં સૌથી ઓછું એકસપોર્ટ નોંધાયું છે.