Western Times News

Gujarati News

વૈશ્વિક ફેશનને કરોડો ગ્રાહકો સુધી પહોંચાડવા ફ્લિપકાર્ટે અર્બનિકની સાથે ભાગીદારી કરી

સમગ્ર ભારતના ગ્રાહકોને હવે મળશે અર્બનિકની લગભગ 1000 અત્યાધુનિક સ્ટાઈલની વિશાળ પસંદગી

 બેંગ્લુરુ, તહેવારોની સિઝન તથા બિગ બિલિયન ડેઝની તૈયારીના ભાગરૂપે, ફ્લિપકાર્ટ અર્બનિકની સાથે તેની ભાગીદારીની જાહેરાત કરી રહ્યું છે, જે એક લંડન સ્થિર જેન ઝેડ ફેશન બ્રાન્ડ છે, તેની વૈશ્વિક ફેશનની વિશાળ રેન્જને ફ્લિપકાર્ટ સમગ્ર ભારતના યુવા ગ્રાહકો માટે લાવી રહ્યું છે. Flipkart partners with Urbanic to bring global fashion to millions of consumers this festive season

લગભગ 1000 જેટલી અલગ જ સ્ટાઈલ સાથેનું સ્ટાઈલિશ કલેક્શન હવે, ટીયર ટુ અને થ્રીથી વધુના પ્રાંતના 350 મિલિયનથી પણ વધુ નોઁધાયેલા ગ્રાહકો માટે પ્રાપ્ય બનશે. અર્બનિક સાથેની ભાગીદારીએ આ સિઝન માટે ફ્લિપકાર્ટની કેટલીક અદ્દભુત રજૂઆતની લાઈનઅપમાં સર્વપ્રથમ છે. લોકો અને ખાસ તો, યુવાનો હવે સલામત રહીને બહાર આવી રહ્યા છે, ત્યારે તેમને સ્ટાઈલિશ વિકલ્પની જરૂરિયાત છે તો, આ જાહેરાત યોગ્ય સમયે થઈ રહી છે.

 ફ્લિપકાર્ટ સાથેની ભાગીદારીએ અર્બનિકને ફ્લિપકાર્ટની નાના શહેરો અને તાલુકા સુધીની પહોંચ દ્વારા ઉપભોક્તાની વિશાળ રેન્જ સુધી પહોંચાડીને ફેશનનું લોકશાહીકરણ કરશે. આ રજૂઆતની સાથે ફ્લિપકાર્ટ પણ તેના ફેશન પોર્ટફોલિયોના વિસ્તરણને પ્રાથમિક્તા આપી રહ્યું છે અને દેશના ફેશન-સીકર્સને અત્યાધુનિક ટ્રેન્ડ્સને વધુ એક્સેસિબલ બનાવી રહ્યું છે.

ગ્રાહકો હવે સ્ટાઈલની રેન્જને કપડા અને લોન્જવેર સહિતની શ્રેણીમાંથી પસંદ કરી શકશે. રૂ. 299થી વધુની કિંમતના અર્બનિકના સિલેક્શનમાં ટોપ્સ, ડેનિમ્સ, વિન્ટરવેર, લોન્જરી તથા સ્વિમવેરનો સમાવેશ થાય છે, જે આજથી જ ફ્લિપકાર્ટ પર મળશે. ફ્લિપકાર્ટ સાથેની આ ભાગીદારી દ્વારા અર્બનિક પણ તેના વૃદ્ધિના દ્રષ્ટિકોણથી ભારતના વધુને વધુ ઉપભોક્તા સુધી પહોંચવા ઇચ્છે છે.

 આ રજૂઆત અંગે નિશિત ગર્ગ, વાઈસ પ્રેસિડેન્ટ- ફ્લિપકાર્ટ ફેશન, કહે છે, “ફ્લિપકાર્ટ માટે તહેવારોની સિઝનમાં નવા ગ્રાહકોને ઓનબોર્ડ લાવવા માટે ફેશનએ મહત્વનો ભાગ ભજવે છે અને અમે માનીએ છીએ કે, આ રજૂઆતથી અમારા જેન ઝેડ ગ્રાહકો વધશે.

પાછલા વર્ષોમાં ફેશનની જરૂરિયાતો અલગ-અલગ રીતે વિકસી છે અને વૈશ્વિક સ્ટાઈલ હજી પણ એટલી જ મહત્વ ધરાવે છે કે, કેમકે અમે પણ આ ઘણા સમયથી રાહ જોવાતી સિઝનની તૈયારી કરી છે. અર્બનિક- જે આ વર્ષની સૌથી મોટી ફેશન ભાગીદારી છે, તેને ફ્લિપકાર્ટ પર રજૂ કરતા ખૂબ જ ખૂશ છી. અમે માનીએ છીએ કે, સમગ્ર દેશના ઉભરતા ગ્રાહકો સુધી અત્યાધુનિક સ્ટાઈલ પહોંચવી જ જોઈએ.”

 તે ઉમેરે છે, “અમે ફેશનના ટ્રેન્ડ્સને સમાન બનાવવા તથા મેટ્રો તથા ટીયર ટુપ્લસ શહેરોના ગ્રાહકોની વચ્ચેના અંતરને દૂર કરવા સતત ભૂમિકા ભજવીશું. આ જ દિશામાં આગળ વધતું બીજું એક પગલું છે, અમારી તાજેતરની રજૂઆત ‘ટ્રેન્ડ સ્ટોપ!’- જેમાં 55,000 જેટલી અત્યાધુનિક સ્ટાઈલને એક એપમાં સમાવિષ્ટ કરી છે,

જે નાના લેબલ્સ સાથેની ભાગીદારી છે, જેને ખૂબ જ સફળતા મળી છે. અમે અમારા યુવાનો માટેના ફેશન પોર્ટફોલિયોને વિકસાવવા માટે ઉદ્યોગમાં શ્રેષ્ઠ હોય તેમની સાથે ભાગીદારી કરીશું અને અર્બનિક સાથેની ભાગીદારી પણ અમારા આ જ દ્રષ્ટિકોણને આગળ વધારી રહી છે.”

 ફ્લિપકાર્ટ સાથેની ભાગીદારી પર તેનું મંતવ્ય જણાવતા રાહુલ દાયામા, હેડ ઓફ માર્કેટિંગ, અર્બનિક ઇન્ડિયા કહે છે, “ફ્લિપકાર્ટની સાથે ભાગીદારી કરી અને અર્બનિકની અત્યાધુનિક, સુંદર તથા ટ્રેન્ડી કલેક્શનને ભારતના શ્રેષ્ઠ શોપિંગ ડેસ્ટિનેશન સુધી પહોચાડવાની તક મળી છે.

આ ભાગીદારી દ્વારા અમારો હેતુ, અમારી પહોંચ વધારી અને રાષ્ટ્રમાં ફ્લિપકાર્ટની પહોંચને દેશના ખૂણે-ખૂણે પહોંચાડશે અને તેની ટેકનોલોજી આપણા સ્ટાઈલ આઇકોન્સના સમુદાયને શ્રેષ્ઠ ડિઝીટલ શોપિંગ અનુભવ આપવાનો છે.”

 જેમ્સ વેલવૂડ, પાર્ટનર- અર્બનિક, લંડન ઉમેરે છે, “અમે એ જોવા ઇચ્છીએ છીએ કે, તમામ વ્યક્તિત્વની ફેશનેબલ એક્સેસ સમાન હોવી જોઈએ અને અર્બનિક ખાતે અમે ટ્રેન્ડી આઉટફિટ્સની એક વ્યાજબી રેન્જ પૂરી પાડીએ છીએ.”

 ભારતમાં આજે યુવા ફેશનની માંગ અભૂતપૂર્વ રીતે વધી રહી છે અને ફ્લિપકાર્ટ, દેશની હોમગ્રોન ઇ-કોમર્સ માર્કેટપ્લેસએ યુવા ફેશન પોર્ટફોલિયોને વ્યૂહાત્મક રીતે વધારીને આ જરૂરિયાતને પહોંચી વળવા માટેની એક તકને ઓળખી છે. આની શરૂઆત બે ગણી ભાગીદારીની નીતિ દ્વારા કરવામાં આવી છે,

એક યુવા કેન્દ્રિત ફેશન બ્રાન્ડ્સ (આંતરરાષ્ટ્રિય અને સ્થાનિક)નો સમાવેશ થાય છે, જે સમગ્ર ભારતના વ્યાપક લોકો સુધી સાંકળી લે છે. આની સાથે, ફ્લિપકાર્ટે પણ અર્બનિક- એક લંડન સ્થિત જેન ઝેડ ફેશન બ્રાન્ડની ભાગીદારીની જાહેરાત કરી છે. ફ્લિપકાર્ટની યુવા ફેશન કેન્દ્રિત નીતિનો બીજો ભાગએ આંતરિક સંયોજન પર આધારીત છે, જેમાં નાના સ્થાનિક લેબલને સમાવવામાં આવ્યા છે.

હાઉ ઇન્ડિયા શોપ્સ ઓનલાઈન 2.0 વિશે બેઇન એન્ડ કંપની દ્વારા તાજેતરના જાહેર કરવામાં આવેલા અહેવાલ અનુસાર, તેની પ્રથમ ખરીદીની સાથે (35-40 ટકા જેટલા નવા ખરીદકર્તા 2020માં તેના પ્રથમ ટ્રાન્જેક્શનમાં ફેશનની ખરીદી કરે છે) નવા ઓનલાઈન શોપર્સ માટે ફેશનએ મુખ્ય ચાવી છે.

 ફ્લિપકાર્ટએ વિવિધ રીતે રાષ્ટ્રિય, આંતરરાષ્ટ્રિય તથા પ્રાંતિય રીતે જાણિતી ફેશન બ્રાન્ડ્સ અને વેચાણકર્તાની વધતી જતી સંખ્યાની સાથે નજીકથી કામ કરે છે. જેમાં સમગ્ર ભારતમાં ગ્રાહકોની સાથે જોડાઈને ઓનલાઈન માર્કેટપ્લેસ પર તેમને એક તર પૂરી પાડીએ છીએ, જેથી તેમને ટેકનોલોજીનો પાવર દેખાય, તેમની હાજરીની નોંધ લેવાય તથા હાલના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં વિવિધતા લાવી શકે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.