Western Times News

Gujarati News

વૈશ્વિક બજારમાં ત્રણ ગણો ભાવઃ નિકલના ભાવમાં ૪૦%નો હાઈ જમ્પ

મુંબઇ, રશિયા-યુક્રેન યુદ્ધને પગલે ચોતરફ અનિશ્ચિત્તાઓનો માહોલ છે. કોપર, નિકલથી લઈને અન્ય ટોચની કોમોડિટીના પુરવઠામાં વિક્ષેપની આશંકાને પગલે ભાવમાં ભડકો જાેવા મળી રહ્યો છે. કુદરતી ગેસના ભાવમાં યુદ્ધના શરૂઆતી દિવસોમાં રોકેટ તેજી જાેવા મળ્યાં બાદ હવે અન્ય એક કોમોડિટીના ભાવ આસમાને પહોંચી રહ્યાં છે.

સપ્લાય શોર્ટેજની આશંકાએ નિકલના ભાવમાં ભડકો જાેવા મળી રહ્યો છે. આ કિંમતી ધાતુનો ભાવ સોમવારે એક જ દિવસમાં ૭૦%નો હાઈ જમ્પ બતાવ્યા બાદ આજે પણ તેમાં તેજીનો વંટોળ આગળ વધી રહ્યો છે. મંગળવારના સત્રમાં કોમેક્સ પર ભાવ ૧ લાખ ડોલર પ્રતિ ટનને પાર નીકળ્યો છે.

રવિવારે ૩૦,૦૦૦ ડોલરની આસપાસ કારોબાર કરી રહેલ નિકલ વૈશ્વિક બજારમાં માત્ર બે જ ટ્રેડિંગ સેશનમાં ત્રણ ગણું વધ્યું છે. માત્ર વિદેશી બજારમાં જ નહિ પરંતુ ભારતીય બજારમાં પણ નિકલના ભાવમાં ભડકો જાેવા મળ્યો છે. એમસીએક્સ ઉપર નિકલનો ભાવ ૪૦%ના હાઈ જમ્પ સાથે ૫૨૭૫ પર ટ્રેડ થઈ રહ્યો છે. નિકલના ભાવમાં ભડકો યુદ્ધને કારણે થાય છે. રશિયાના ઉત્પાદન અને હાલની પુરવઠાની તંગીને કારણે ભાવમાં વૃદ્ધિ જાેવા મળી રહી છે.

રિપોર્ટ અનુસાર રશિયા વિશ્વના કુલ પુરવઠાના ૧૦ ટકા સપ્લાય કરે છે અને નિકલના કુલ ઉત્પાદનમાં ત્રીજાે હિસ્સો માત્ર રશિયા ધરાવે છે. આ સાથે વિશ્વના ટોચના નિકલ ઉત્પાદકોમાં રશિયાનું સ્થાન ત્રીજું છે. નિકલનો ઉપયોગ સ્ટેનલેસ સ્ટીલ બનાવવામાં થાય છે.

કુલ નિકલ ઉત્પાદનમાંથી ૬૬% નિકલનો વપરાશ સ્ટેનલેસ સ્ટીલના ઉત્પાદનમાં થાય છે. આ સિવાય ઇલેક્ટ્રિક વ્હિક્કલના ઉત્પાદનમાં પણ તેનો ઉપયોગ થાય છે. નિકલના ભાવની આ તેજી ટકી રહી તો આગામી સમયમાં બાથરૂમના ટેપ અને ફુવારા સહિતના પ્રોડકટો, મોબાઈલ ફોન, મોબાઈલ-ગાડીઓની બેટરીઓ જેટ એન્જિનો અને કટલરીના સામાન મોંઘા થઈ શકે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.