Western Times News

Gujarati News

વૈશ્વિક મંચ પર એકવાર ફરી પાકિસ્તાનને ભારતનો ખોટો મેપ બતાવતા પછડાટ

નવીદિલ્હી, વૈશ્વિક મંચ પર એકવાર ફરીથી પાકિસ્તાનને પછડાટ ખાવી પડી છે. વાત એ છે કે પાકિસ્તાને રશિયામાં થયેલા શંધાઇ સહયોગ સંગઠન(એસસીઓ)ની બેઠકમાં ભારતના ખોટા નકશાનો ઉપયોગ કર્યો ત્યારબાદ રશિયાએ પાકિસ્તાનને ચેતવણી આપી દીધી પાકિસ્તાનની આ હરકત પર ભારતે કડક વિરોધી વ્યકત કર્યો છે. રશિયામાં એસસીઓના સભ્ય દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક યોજાઇ હતી આ બેઠકમાં પાકિસ્તાને પોતાનો નવો નકશો રજુ કર્યો જેને ભારતે કાલ્પનિક ગણાવ્યો આ નકશાને હાલમાં જ પાકિસ્તાન સરકારે મંજુરી આપી છે ભારતના એનએસએ અજીત ડોભાલે તેનો વિરોધ કરીને બેઠક છોડવાનો નિર્ણય લીધો હતો.

ભારતીય વિદેશ મંત્રાલયે આ મામલે કહ્યું કે આ બેઠકમાં પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે જાણી જાેઇને એક કાલ્પનિક નકશો રજુ કર્યો જેનો આજકાલ પાકિસ્તાન પ્રચાર કરી રહ્યું છે વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાને જે કર્યું તે બેઠકના નિયમોનો ભંગ હતો અને ભારતે મેજબાન સાથે ચર્યા વિચારણા કર્યા બાદ છોડી દીધી. આ ઘટના બાદ રશિયા તરફથી ભારતનો વિશ્વાસ અપાવવામાં આવ્યો છે કે પાકિસ્તાનના આ કૃત્યનું સમર્થન કરતુ નથી રશિયાએ કહ્યું કે તેને આશા છે કે તેનાથી ભારત અને રશિયાના સંબંધો વચ્ચે કોઇ અસર પડશે નહીં.

પાકિસ્તાની ઇમરાન ખાન સરકારે ઓગષ્ટની શરૂઆતમાં પાકિસ્તાનનો નવો નકશો બહાર પાડયો હતો જેમાં પાકિસ્તાને લદ્દાખ અને જમ્મુ તથા કાશ્મીરના સિયચીનની સાથે ગુજરાતના જુનાગઢ અને સરક્રીકને પણ પોતાના નકશામાં ગણાવ્યા પાકિસ્તાનની આ હરકતને ભારતે નકારી હતી અને બેવકુફીવાળુ ગણાવ્યું હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.