વૈશ્વિક મંદીના ભણકારા: મોટા શહેરોમાં ઘરના વેચાણમાં ૩પ ટકાનો ઘટાડો થશે?

પ્રતિકાત્મક
રિયલ એસ્ટેટ સેકટરની હાલત તો પહેલાથી જ ખરાબ હતી અને કોરોના વાયરસના કારણે આ સેકટરની સ્થિતી વધારે ખરાબ થઈ ગઈ છે. સંપત્તિને લઈને સલાહ આપનાર કંપની એનરોકના કહેવા મુજબ કોરોના વાયરસના કારણે આગામી દિવસોમાં વધુ ઘટાડો થનાર છે.
આ કંપનીએ તેના રિપોર્ટમા ંકહ્યું છે કે આ વર્ષે દેશના સાત મોટા શહેરોમાં ઘરના વેચાણમાં ૩પ ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. કંપનીએ એક રિપોર્ટમાં કહ્યું છે કે વૈપારિક સંપત્તિના વેચાણ પર તેની માઠી અસર જાેવા મળી શકે છે. વેચાણમાં મંદીના કારણે કિંમતોમાં ઉલ્લેખનીય ઘટાડો થનાર છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પટ્ટા પર ઓફિસ માટેની ગતિવિધીઓમાં ૩૦ ટકાનો ઘટાડો થઈ શકે છે. રિટેલ ક્ષેત્રમાં ૬૪ ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. એનરોક પ્રોપર્ટીના ચેરમેન અનુજ પુરીએ માહિતી આપતા કહ્યું છે કે નરમ માંગ અને રોકડની ખરાબ સ્થિતીના કારણે રિયલ એસ્ટેટ સેકટરની હાલત તો પહેલાથી જ ખરાબ થયેલી છે.
હવે કોરોના વાયરસના કારણે સ્થિતી વધારે ખરાબ થઈ ગઈ છે. તેના કારણે પ્રતિકુળ સ્થિતી સર્જાઈ ગઈ છે. વેચાણમાં ઘટાડાની અસર કિંમતો પર થનાર છે. આવનાર દિવસોમાં ઘરની કિંમતોમાં ઘટાડો થનારછે. હાલમાં સમગ્ર દેશ આ મહામારીથી બહાર નીકળવા માટે મથામણ કરી રહ્યું છે પરંતુ જયારે સ્થિતી સામાન્ય બનશે ત્યારે ઘરની ખરીદી કરવા માટે ઈચ્છુક લોકો માટે એક શાનદાર સ્થિતી રહેનાર છે.
રિઝર્વ બેંકે હાલમાં રેપો રેટમાં ૭પ બેઝિક પોઈન્ટનો ઘટાડો કરી દીધો છે. કેટલીક બેંકો તો ગ્રાહકો સુધી તેના લાભને પહોંચાડી ચુક્યા છે. એવી અપેક્ષા પણ કરવામાં આવી રહી છે કે આવનાર દિવસોમાં રિઝર્વ બેંક હજુ વધારે ઘટાડો કરી શકે છે. જેના કારણે હોમ લોન ખુબ સસ્તી થઈ જશે. હોમ લોન પર પાંચ લાખ સુધી ટેકસમાં છુટછાટનો લાભ લઈ શકાય છે.
આ બજેટમાં ઘોષણા કરવામાં આવી હતી કે સેકશન ૮૦ ઈઈએ હેઠળ લોનના વ્યાજ પર ફેરચુકવણી પર ૧.પ લાખની છુટછાટ અલગથી મળનાર છે. જાે ઘરની કિંમત ૪પ લાખ રૂપિયા છેતો તેના પર લાભ મળનાર છે. તે ઉપરાંત સેકશન ર૪ બી હેઠળ વ્યાજ ફેરચુકવણી પર બે લાખની છુટછાટ પહેલાથી જ રહેલી છે.
સાથે સાથે સેકશન ૮૦ સી હેઠળ હોન લોનની મુખ્ય રકમ પર ૧.પ લાખની છુટછાટ રહેલી છે. સેકશન ૮૦ ઈઈએનો લાભ લેવા માટે નવી તારીખને કોરોના વાયરસના કારણે વધારી દેવામાં આવી છે. પહેલા આ તારીખ ૩૧મી માર્ચ ર૦ર૦ સુધી હતી હવે તેને વધારીને ૩૧મી માર્ચ ર૦ર૧ કરી દેવામાં આવી હતી
કોરોના વાયરસના કારણે દેશ અને દુનિયામાં અભૂતપૂર્વ સ્થિતિ હાલમાં સર્જાયેલી છે. તમામ પ્રવૃતિઓ બિલકુલ ઠપ્પ થયેલી છે. તમામ પ્રકારના કારોબાર બંધ છે. રેલવે અને બસ પરિવહન જેવી સેવા પણ બંધ રાખવામાં આવી રહી છે.