અમદાવાદના આંગણે કલ્યાણ પુષ્ટિ હવેલી દ્વારા ‘ શ્રી વલ્લભ જયંતિ મહોત્સવ’ યોજાયો
મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ
વૈષ્ણવાચાર્ય શ્રી શરણમકુમારજી મહોદયની અધ્યક્ષતામાં શ્રી વલ્લભ જયંતિની ભવ્ય ઉજવણી
જગન્નાથ મંદિરના શ્રી દિલીપદાસજી મહારાજ, ભારતી આશ્રમના શ્રી ઋષિભારતી બાપુ, ઇસ્કોન મંદિરના શ્રી હરેશ ગોવિંદદાસ પ્રભુજી, સોલા ભાગવત વિદ્યાપીઠના શ્રી ભાગવતઋષિજી સહિતના સંતો, મહંતોએ આ મહોત્સવમાં લાભ લીધો
અમદાવાદના આંગણે આજે કલ્યાણ પુષ્ટિ હવેલી આયોજીત શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટયની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભાવપૂર્વક જણાવ્યું હતું કે, આજના વિશેષ દિને હું સૌ સંતો, મહંતોના ચરણોમાં વંદન કરું છું. શ્રીમદ વલ્લભચાર્યને પ્રાર્થના મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્યની જનતા માટે સુખાકારી નિર્ણયો લઈ શકાય અને જનતાની સેવામાં તત્પર રહી શકીએ તે માટે ભગવાન આપણને સૌને શક્તિ આપે
આ મહોત્સવમાં રાજયમંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ, શહેરના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, વૈષ્ણવાચાર્ય શ્રી શરણમકુમારજી, જગન્નાથ મંદિરના શ્રી દિલીપદાસજી મહારાજ, ભારતી આશ્રમના શ્રી ઋષિભારતી બાપુ, ઇસ્કોન મંદિરના શ્રી હરેશ ગોવિંદદાસ પ્રભુજી, સોલા ભાગવત વિદ્યાપીઠના શ્રી ભાગવતઋષિજી સહિતના સંતો, મહંતો, કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ સહિત બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યાં હતાં.