Western Times News

Gujarati News

વૉશિંગ્ટનમાં રસ્તા પર ઉતર્યા હજારો ટ્રમ્પ સમર્થક, ચૂંટણી પરિણામો માનવાથી ઈનકાર, રિકાઉન્ટીંગની માગ

વૉશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી પરિણામોને માનવા માટે તૈયાર નથી. અમેરિકાની રાજધાની વૉશિગ્ટન ડીસીમાં રસ્તા પર તેમના હજારો સમર્થક ઉતર્યા છે અને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. આ સમર્થકોની સાથે પોલીસની ઝડપ પણ થઈ છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ આવ્યા લગભગ એક અઠવાડિયાથી વધારે સમય થઈ ચૂક્યો છે પરંતુ ટ્રમ્પ આ પરિણામોને માનવા તૈયાર નથી અને ચૂંટણીમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યા છે.

ટ્રમ્પના સમર્થકોનું કહેવુ છે કે પેન્સિલવેનિયા, નેવાડા જેવા સ્થળો પર ભ્રષ્ટાચાર થયો છે. શનિવારે વૉશિંગ્ટનમાં ટ્રમ્પના હજારો સમર્થક રસ્તા પર આવી ગયા. આનો આરોપ છે કે ચૂંટણીમાં મોટા પાયે કૌભાંડ થયુ છે અને જનમતને હડપી લીધા છે. વૉશિંગ્ટનમાં ટ્રમ્પના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે કેટલાક સ્થળે અથડામણ થઈ. બ્લેક લાઈવ્સ મેટર અને અંટિફા નામના સંગઠન સાથે જોડાયેલા લોકો પણ વ્હાઈટ હાઉસથી કેટલાક અંતરે જમા થઈ ગયા. આની ટ્રમ્પના સમર્થકો સાથે મારપીટ પણ થઈ. પરિસ્થિતિને કાબૂમાં કરવા માટે પોલીસે અહીં મરચાનો પાઉડરનો પણ છંટકાવ કર્યો છે. કેટલાક લોકો રસ્તા પર પણ ઉતર્યા છે.

ટ્રમ્પના સમર્થકોનું કહેવુ છે કે તેઓ તમામ સંતુષ્ટ હશે જ્યારે તમામ રાજ્યોમાં મતપત્રોની બીજીવાર ગણતરી કરવામાં આવશે. તેમનું કહેવુ છે કે કેટલાક સ્થળો પર મૃતકોના નામથી મત નાખવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.